ઉમરવાડાના કોમ્યુનિટી હોલના પાર્કિંગમાંથી જુગારીઓ ઝડપાયા

0
19

રાંદેર પોલીસે પણ જુગારીઓને પકડી પાડયા
સુરત, તા. ૨૧
ઉમરવાડા કોમ્યુનિટી હોલના પાર્કિંગમાં અને મોરાભાગળ શારદાનગરમાં જુગાર રમતાં ૧૭ જણાની સ્થાનિક પોલિસે ધરપકડ કરી રોકડા રૂપિયા ૨૪,૫૮૦ કબજે કર્યા હતા.
સલાબતપુરા પોલીસે ઉમરવાડા કોમ્યુનિટી હોલ પાર્કિંગમાં જુગાર રમતા હસન અહેમદ બાગબાન, શબ્બીરખાન બાગબાન, ગ્યાસ યૂસુફ, કયુમ હમીદ, રઈશ શેખ, શેખ રહીમ શેખ, રિયાઝ યૂસુફ બાગબાન આરિફ ઝમીર શેખની ધરપકડ કરી રોકડા રૂ. ૧૦,૧૦૦ કબજે કર્યા હતા.
રાંદેર પોલીસે મોરાભાગળ શારદાનગરમાં જુગાર રમતા વિપુલ ભંડારી, તરૂણ રાજુ, કિરણ બચુ, અશ્વિન ગોપાળ, પ્રદીપકુમાર જરીવાળા, રાકેશ અવધાન તિવારી, બાબુ કાના, વિનય કંથારિયા, કિરણ સેલરની ધરપકડ કરી રોકડા રૂપિયા ૧૪૪૮૦ કબજે કર્યા હતા. તમામ જુગારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY