ગેરકાયદે છૂટા કરાયેલા મનપાના ફાઈલેરિયા બેલદારને નોકરીમાં પુનઃ સ્થાપિત કરો : કોર્ટ

0
2

નોકરી બંધ હતી તે દિવસોનું ૫૦ ટકા બેજીસ પણ ચૂકવવા કોર્ટનો હુકમ
સુરત, તા.૨૧
સુરત મહાનગરપાલિકાના ફાઈલેરીયા મેલેરીયા વિભાગના ઉધના ઝોનના ભેસ્તાન યુનિટમાં રોજિંદા બેલદાર તરીકે છેલ્લા ચાર વર્ષથી અરવિંદભાઈ ધીરૂભાઈ પટેલ ફરજ બજાવતા હતા. તેમની નિમણૂંક સુરત મનપાના કમિશનરે જીપીએમસી એક્ટની કલમ ૫૩ (૩)ના અધિકારની રૂએ કરી હતી. મનપા સરકારના મજુર કાયદાઅોનો પણ ભંગ કરતી હતી. કાયદેસરની પોસ્ટ ઉભી કરી નિમણૂંક આપી હોવા છતાં ચાર વર્ષની ફરજ દરમ્યાન આ રોજિંદા કામદારને કાયદા મુજબ નામ જાગ નિમણૂંક પત્ર પણ આપવામાં આવેલ નહીં. ફાઈલેરીયાની કામગીરી સતત અવિરત ચાલતી હોવા છતાં તેમની નોકરીમાં ગેરકાયદે સર્વિસ બ્રેક આપવામાં આવતો હતો. જે ગેર વ્યાજબી મજુર પ્રથા ગણાય.
સુરત મનપાએ સને ૨૦૧૨માં ફાઈલેરીયા મેલેરીયાની કામગીરીમાં જાડાયેલા રોજિંદા બેલદારોને ગેરકાયદે એકાએક નોકરીમાંથી છુટા કરી આ કામગીરી ખાનગી કોન્ટ્રાક્ટના એજન્સીને સોîપી દેતા રોજિંદા કામદારો નોકરી વગરના થયા હતા. નોકરીમાંથી છુટા કરતા પહેલા સુરત મનપાએ લીગલ ડ્યુ પ્રોસેસ કરેલ નહીં. જેથી આ રોજિંદા કામદારે સુરત મનપા લાલ વાવટા યુનિયનના પ્રમુખ અને એડવોકેટ વિજય શેણમારે મારફત સુરતની મજુર અદાલતમાં સુરત મનપા વિરૂદ્ધ કેસ કરતા સુરત મહાનગરપાલિકા તરફથી કોઈ અધિકારી કે એડવોકેટ હાજર ન રહેતા કેસ એક્ષ પાર્ટી તરીકે ચાલી જતા મજુર અદાલતે આ રોજિંદા બેલદારને તેઓની નોકરીમાં મૂળ જગ્યાએ નોકરીïની સળંગતા સાથે પુનઃસ્થાપિત કરવા તથા આ કામદારને નોકરીમાંથી છુટા કર્યા તારીખથી ફરીથી નોકરીમાં પુનઃ સ્થાપિત કરવામાં આવે ત્યાં સુધીના સમયગાળાના ૫૦ ટકા લેખે પડેલા દિવસોનો પગાર ચૂકવી આપવા સુરત મનપાના કમિશનરને હુકમ ફરમાવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY