વેરા વસૂલાત ઝુંબેશમાં રૂ.૩.૯ કરોડની વસૂલાત
સુરત, તા.૨૧
સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન ઉધના આકારણી અને વસૂલાત વિભાગ દ્વારા ખટોદરા, ઉધના, પાંડેસરા, ઉન, બમરોલી, વડોદ વગેરે વિસ્તારમાં સઘન ઝુંબેશ હાથ ધરી વેરો ભરપાઈ નહીં કરનાર મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જે અંતર્ગત પ્રથમ તબક્કામાં ગત માસ દરમયિન ૧૭૮ મિલ્કતોને સીલ મારવાની કાર્યવાહી કરી વસૂલાત કરેલ છે કર્યા બાદ સતત આ કામગીરી ચાલુ રહેલ જેમાં બીજા તબક્કામાં ચાલુ માસમાં આજદિન સુધી કુલ ૯૭૨ જેટલી મિલ્કતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જે પૈકી ૯૬૪ મિલ્કતોના મિલ્કતદારોએ સ્થળ પર વેરો ભરપાઈ કરતા રૂ.૩,૦૯,૮૧૦૦૦ જેટલી રકમની વસૂલાત કરાઈ છે.
વધુમાં ગાંધી કુટીર વિસ્તારમાં રહેણાંક મિલ્કતોમાં નળ કનેકશન કાપવાની કામગીરી હાથ ધરાયેલ સદર કાર્યવાહી દરમ્યાન ૧૫ જેટલા મિલ્કતદારોએ સ્થળ પર વેરો ભરપાઈ કરતા ૧.૫ લાખ જેટલા રોકડ ચેક વસૂલાત થયેલ છે અને ગાંધી કુટીર ઉધના પ્લોટ નં.૩૫૭, ૪૨૨, ૪૪૭, ૪૪૮, ૪૬૧, ૬૫૯ અને ૬૬૦ સ્થિત કુલ ૭ જેટલી મિલકતોના નળ કનેકશન કાપવામાં આવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



