ગાંધીનગર,તા.૧૦
૨૦૦૨ના ગુજરાત હુલ્લડો દરમિયાન થયેલી હિંસાને રોકવા માટે બોલાવવામાં આવેલી સેનાની ટુકડીનું નેતૃત્વ કરનારા રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ જમીરુદ્દીન શાહે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કુલપતિ રહી ચુકેલા લેફ્ટિનેન્ટ જનરલ જમીરુદ્દીન સાહે પોતાના પુસ્તક ધ સરકારી મુસલમાનમાં જણાવ્યુ છે કે ૨૦૦૨માં ગુજરાત હુલ્લડો દરમિયાન અમદાવાદ પહોંચેલી સેનાને હુલ્લડગ્રસ્ત વિસ્તારોમાં જવા માટે એક દિવસની રાહ જાવી પડી હતી. જા તેમને ટ્રાન્સપોર્ટની સુવિધા તાત્કાલિક મળી જાત.. તો સેના વધુ કેટલાક લોકોના જીવ બચાવી શકત. લેફ્ટિનેન્ટ જનરલ જમીરુદ્દીન શાહે કહ્યું છે કે પહેલી માર્ચે સવારે સાત વાગ્યે સેનાના ત્રણ હજાર જવાનો અમદાવાદ પહોંચી ગયા હતા. પરંતુ રાજ્ય સરકાર પાસેથી તેમને સમયસર ટ્રાન્સપોર્ટ અને અન્ય સુવિધાઓ મળી શકી નહીં.
ઝમીરુદ્દીન શાહે પોતાના પુસ્તકમાં જણાવ્યુ છે કે પહેલી માર્ચે મોડી રાત્રે બે વાગ્યે તેઓ ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યાં તત્કાલિન સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાનન્ડિસે જોઈને થોડી રાહત મળી હતી. તેઓ બંને લોકો ડિનર કરી રહ્યા હતા અને તેમને પણ ડિનર ઓફર કરવામાં આવ્યું હતું. તેઓ ડિનર કરીને તુરંત ત્યાંથી નીકળી ગયા હતા. તેમણે કહ્યું છે કે તેમની પાસે એક ટૂરિસ્ટ મેપ હતો અને પરિસ્થિતિ ખરાબ હતી તેવા સ્થાનોની તેમણે જાણકારી એકઠી કરી હતી. સેનાની તાત્કાલિક જરૂરિયાતના સામાનની એક યાદી પણ તેમણે અધિકારીઓને આપી હતી. તેઓ પાછા ફર્યા અને સવારે સાત વાગ્યા સુધીમાં ત્રણ હજાર જવાનો પહોંચી ગયા હતા. પરંતુ ટ્રાન્સપોર્ટની કોઈ વ્યવસ્થા થઈ ન હતી. આવા સમયમાં જ્યારે જવાન વધુ કેટલાક લોકોનો જીવ બચાવી શકત. પરંતુ મજબૂરીમાં તેઓ કંઈ કરી શક્યા નહીં. આગામી દિવસોમાં તેમને જરૂરિયાતની કેટલીક વસ્તુઓ મળી હતી. ત્યાં સુધી સડક માર્ગે વધુ જવાનો પણ આવી ગયા હતા.
સેવાનિવૃત્ત લેફ્ટિનેન્ટ જનરલ ઝમીરુદ્દીન શાહે પોતાના પુસ્તકમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની પર પણ ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે પુસ્તકમાં જણાવ્યું છે કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કુલપતિ તરીકેના કાર્યકાળમાં તત્કાલિન માનવ સંસાધન વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ તેમને નીચુ દેખાડવાની કોશિશ કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



