પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનું કાસળ કાઢી નાખ્યું

0
7

સુરત,તા.૨૧
નવસારી જિલ્લાના ગણદેવીમાં આવેલા સોનવાડી અંબિકા નદીના બ્રીજ નીચેથી દિપક આહિરનો શંકાસ્પદ રીતે મૃતદેહ મળી આવ્યો હતો. ચીખલીના રહેવાસીનો મૃતદેહ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને લાકડાના ફટકા ઝીંકી પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી જિલ્લા પોલીસે બે ટીમો બનાવી આરોપીને ઝડપી લીધા હતાં.
પોલીસ સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ ચીખલીના દિપક આહિરની હત્યા બાબતે પોલીસે તેની પત્ની અને પ્રેમિકાની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. જેમાં પત્નીએ જણાવ્યું હતું કે, તેના પ્રેમસંબંધમાં આડખીલી રૂપ બનેલા પતિને તેમણે ભેગા મળીને લાકડાના ફટકાં ઝીંકી હત્યા કરી હતી.હાલ પોલીસે રિમાન્ડ સહિતની કાર્યવાહીની આગળની તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY