સુરત,તા.૨૧
સુરત એરપોર્ટ પર સોમવારે સવારે ગાઢ ધુમ્મસના કારણે ત્રણ ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવતા મુસાફરો અટવાઈ પડ્યા હતા. સ્પાઈસ જેટની દિલ્હી-સુરત અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. એર ઈન્ડિયાની દિલ્હી-સુરત ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યારે ઈન્ડિગોની દિલ્હી-સુરત ફ્લાઈટ મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી.
સવારથી ગાઢ ધુમ્મસના કારણે સુરતની ત્રણ ફ્લાઈટ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. જાકે, વિઝિબિલીટીમાં સુધારો થતા બે ફ્લાઈટને સુરત એરપોર્ટ પર લેÂન્ડંગ કરવામાં આવતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સ્પાઈસ જેટની દિલ્હી-સુરત ફ્લાઈટ સવારે ૫ઃ૪૦ કલાકે દિલ્હીથી રવાના થઈ હતી. જાકે, ગાઢ ધુમ્મસના કારણે અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. ૭ઃ૪૫ કલાકે આવનાર ફ્લાઈટ ૧૧ઃ ૩૪ કલાકે સુરત એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. એર ઈન્ડિયાની દિલ્હી-સુરત ફ્લાઈટ સવારે ૫ઃ૧૫ કલાકે દિલ્હીથી રવાના થઈ હતી. જાકે, ગાઢ ધુમ્મસના કારણે અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી.૭ઃ૧૫ કલાકે આવનાર ફ્લાઈટ ૧૧ઃ૧૩ કલાકે સુરત એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




