રૂપિયો સતત ગબડતા આરબીઆઈમાં વ્યાજદર વધારે તેવી શક્યતા

0
19

મુંબઈ,તા.૧૨
ડોલર ની સરખામણીએ રૂપિયો બુધવારે પોતાના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો છે. રૂપિયામાં કડાકાથી સૌથી વધુ તકલીફ સામાન્ય જનતાને પડી રહી છે. જેનાથી પેટ્રોલ-ડીઝલ સહિત જીવન જરૂરીયાતની વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે, જેનાથી સૌથી વધુ ગરીબ અને મધ્યમ વર્ગ પરેશાન છે.
રિઝર્વ બેંક પોતાના રેપોરેટમાં વધુ વધારો કરી શકે છે, ત્યારબાદ હોમ અને આૅટો લોન લેવી મોંધી થઈ જશે. કારણકે રૂપિયો સતત છેલ્લા પાંચ વર્ષમાં ૨ ટકાથી વધુ તૂટી ગયો છે. એસબીઆઈએ પણ ઈકોરેપ રિસર્ચ રિપોર્ટમાં આ વાત કરી છે.
છેલ્લા બે મહિનામાં છૂટક અને જથ્થાબંધ મોંઘવારી ઘણી વધી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યાં છે, કારણકે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ આૅઈલની કિંમત ચાલુ વર્ષે લગભગ ૨૦ ટકા વધી ગઈ છે અને મે દરમ્યાન ક્રૂડ આૅઈલ ૮૦ ડોલર પ્રતિ બેરલની સપાટી વટાવી ગયો હતો. ક્રૂડ આૅઈલનું આ સ્તર ૨૦૧૪ બાદનું સર્વાધિક સ્તર છે. આ સાથે જ ચોમાસું પણ વચ્ચેના સમયગાળામાં નબળું પડી ગયુ હતુ, પરંતુ હવે કેટલાંક વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
આરબીઆઈએ નાણાંકીય વર્ષ ૨૦૧૯માં જીડીપી ગ્રોથ અનુમાનને ૭.૪ ટકા પર યથાવત રાખ્યું છે. આરબીઆઈના જણાવ્યા મુજબ, એપ્રિલ-સપ્ટેમ્બરમાં જીડીપી ગ્રોથ ૭.૫-૭.૬ ટકા રહેવાની શક્્યતા છે. તો જુલાઈ-સપ્ટેમ્બરની વચ્ચે મોંઘવારી દર ૪.૨ ટકા રહેવાની શક્યતા છે.
ઓક્ટોબર ૨૦૧૩ બાદ આ પહેલી તક હશે જ્યારે રિઝર્વ બેંકે સતત બે વખત વ્યાજદરોમાં વધારો કર્યો છે. ઓક્ટોબર-માર્ચની વચ્ચે મોંઘવારી દર ૪.૮ ટકા રહેવાની શક્યતા છે. માનિટરી પોલીસી કમિટીની આગામી બેઠક ૩-૫ ઓક્ટોબરે થશે.
રૂપિયામાં કડાકાથી સામાન્ય વ્યક્તિ માટે ઘર ખર્ચ ચલાવવો મુશ્કેલ થઈ ગયો છે. ડીઝલના ભાવ વધવાથી કેટલીક કંપનીઓએ પોતાના ઉત્પાદનના ભાવમાં વધારો કર્યો છે. લોટ, બ્રેડ, મેંદો, સોજી જેવા અન્ય ઉત્પાદનોનું ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘી થયુ છે. ટ્રક આૅપરેટર્સે પણ માલના ભાડામાં વધારો કર્યો છે. જેની અસર સામાન્ય વ્યક્તિ પર પડી રહી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY