સુરત,તા.૨૧
રાજદ્રોહના કેસમાં શરતોનો ભંગ થયાનું કહી સુરત પોલીસે અલ્પેશ કથિરીયાના જામીન સેશન્શ કોર્ટમાંથી રદ કરાવ્યાં હતાં. અલ્પેશ હજુ પોલીસ પકડથી દૂર છે. ત્યારે અલ્પેશના વકીલ યશવંતસિંહ વાળાએ કહ્યું હતું કે, અલ્પેશના જામીનેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. પાંચ સાત દિવસમાં અરજી બોર્ડ પર આવવાની શકીયતા છે.
અલ્પેશ કથીરિયા ના જામીનને લઈને હાઇકોર્ટમા અરજી દાખલ કરવામાં આવી અમારા વકીલ દ્વારા અર્જન્ટ સકિયુંલેશન માટેની હાઇકોર્ટ માં રિક્વેસ્ટ કરતા કોર્ટ દ્વારા આ બાબતને ફગાવી દેવામાં આવી કે હાઇકોર્ટ ની અંદર જે પણ અરજી દાખલ થઇ છે તે અર્જન્ટ હોય છે આમાં એવી કોઈ અર્જન્ટ બાબત નથી.
અલ્પેશ કથિરીયાના જામીન રદ થયા બાદ સુરત પોલીસ અને ક્રાઈમ બ્રાંચ દ્વારા અલ્પેશની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. પરંતુ હજુ સુધી ભૂગર્ભમાં ઉતરી ગયેલા અલ્પેશને ઝડપાયો નથી. જેથી થોડા દિવસો પહેલા સુરત ક્રાઈમ બ્રાંચે રાજ્યની વિવિધ એજન્સીને અલ્પેશ વિરુધ્ધ કાગળ લખવામાં આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





