પશ્ચિમ રેલવે વિભાગની પરીક્ષામાં સર્વર ડાઉન થતા વિદ્યાર્થીઓનો હોબાળો

0
8

સુરત,તા.૨૧
પશ્ચિમ રેલવેની પરીક્ષામાં અસુવિધાને લઈ વિદ્યાર્થીઓએ હોબાળો મચાવતા અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો. ઉન પ્લેટનીયમ પ્લાઝા બહાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભેગા થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પરિક્ષાર્થી વિદ્યાર્થીઓએ સર્વર ડાઉન થવાનો આરોપ લગાવી પરીક્ષા રદ કરાતા દૂર-દૂરથી આવેલા વિદ્યાર્થીઓને યોગ્ય માહિતી ન અપાતા વિદ્યાર્થીઓ ઉગ્ર બન્યા હતા. જાકે, પોલીસે ઘટના સ્થળે દોડી જતા મામલો થાળે પડ્યો હતો.
પશ્ચિમ રેલવે વિભાગમાં પાયલોટ એન્ડ ટેÂક્નશિયન સીબીટી-૨ની સોમવારે પરીક્ષા હોવાથી સુરતમાં દૂર દૂરથી પરીક્ષાર્થીઓ આવ્યા હતા. આ પરીક્ષા ઓનલાઈન હતી. જાકે, પરીક્ષાની શરૂઆત થતાની સાથે જ ઓનલાઈન પરીક્ષાની વેબસાઈટનું સર્વર ડાઉન થઈ ગયું હતું. અને પેપર ખુલ્યા જ ન હતા. જેથી પરીક્ષાર્થીઓને પરીક્ષાથી વંચિત રહેવાનો વારો આવ્યો હતો. દૂર-દૂરથી આવેલા પરીક્ષાર્થીઓ પરીક્ષા ન આપી શકતા રોષે ભરાયા હતા. અને ઉનમાં આવેલા પ્લેટનીયન પ્લાઝા બહાર મોટી સંખ્યામાં એકઠાં થઈ હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. અને મામલો થાળે પાડ્યો હતો

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY