અકસ્માતમાં ત્રણ ઘવાયા : કાર છોડી ચાલક ભાગી છૂટયો
સુરત, તા. ૨૨
ગત મોડી રાત્રે મોટા વરાછા ઉતરાણ બ્રિજ ઉપર એક કાર ચાલકો આગળ ચાલતી ૪ બાઈકને અડફેટે લઈ દુર્ઘટના સર્જી હતી. અકસ્માત બાદ કાર મૂકી ચાલક નાસી છૂટયો હતો. અન્ય બાઈક સવાર ૩ લાકો ઘવાતા ૧૦૮ દ્વારા સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે મોટા વરાછા-ઉતરાણ બ્રિજ ઉપર આઈ-૨૦ કાર ચાલકે આગળ ચાલતી ૪ બાઈકને એક પછી એક અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતગ્રસ્ત બાઈક સવાર કારના બોનટ પર પટકાયા હોવા છતાં ચાલકે કાર થોભાવી ન હતી. ફિલ્મી ઢબે અકસ્માત સર્જી ચાલક કાર ભગાડતો હતો તે દરમિયાન ડિવાઈડર સાથે ભટકાયા બાદ કાર થોભી હતી. દુર્ઘટનાની ગંભીર સમજી સ્થળ ઉપર જ કાર છોડીને ચાલક નાસી છૂટયો હતો. બનાવની જાણ થતા જ અમરોલી પોલીસ અને ૧૦૮ની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. દુર્ઘટનાગ્રસ્ત બાઈકને મોટુ નુકસાન થયું છે. જ્યારે બાઈક સવાર લોકોને માથામાં હાથ પગના ભાગે ઈજા થતા તેઅોને ૧૦૮ દ્વારા સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે અમરોલી પીએસઆઈ વળવી વધુ તપાસ કરી રહ્ના છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



