સુરત, તા. ૨૨
ડુમસ ભીમપોર ગામ ખાતે લગ્ન પ્રસંગમાં ડીજેમાં નાચવા બાબતે ધક્કો લાગી જતા થયેલા ઝઘડાનું સમાધાન કરવા ગયેલા એક નોકરીયાત યુવક પર ચપ્પુ વડે હુમલો કરી ડાબા પગની જાંધ પર કરી લોહી લુહાણ કરી ભીમપોરનો આરોપી ફરાર થઈ ગયો હોવાનો બનાવ ડુમસ પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ડુમસ-ભીમપોર ગામ ખાતે જયકુમાર ભરતભાઈ પટેલ રહે છે. તેઓ કોઈ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત રાત્રે તેઓના ફળિયામાં રહેતા પ્રકાશભાઈ પટેલના ઘરના લગ્ન પ્રસંગમાં ડીજેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જીજેમાં નાચતા-નાચતા એક ઈસમનો ધક્કો છબો ઉર્ફે નિશાન પ્રકાશ પટેલને વાગી જતા તેણે યુવક સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડાનું સમાધાન કરાવવા ગયેલા જયકુમાર પર ચાકુ વડે હુમલો કરી શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી ફરાર થઇ ગયો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમણે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




