ચપ્પુ અને સ્ટમ્પથી હુમલો કરી ચાર યુવકો ફરાર
સુરત, તા. ૨૨
હજીરા – કવાસ રોડ પર કાર ઓવર ટેક કરવા બાબતે ઝઘડો થતા એક વેપારી પર ચાકુ તથા ક્રિકેટના સ્ટમ્પ વડે ચાર આરતીઓએ હુમલો કરી ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હોવાનો બનાવ ઈચ્છાપોર પોલીસ મથકે નોîધાયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાંદેર-કોઝવે રોડ દુરાની એપાર્ટમેન્ટમાં મહંમદ સલીમ અબ્દુલ સત્તા મેમણ રહે છે. તેઓ વેપાર કરે છે. ગતરોજ તેઓ તેમના મિત્રો ઈમરાન સલમાન સાથે હજીરા તરફ પોતાની કાર લઈને ફરવા નીકળયા હતા. ત્યારે હજીરા રોડ પર આવેલી એનટીપીસી કંપની પાસે આરીફ ઉર્ફે સોનુસ, ઈકબાલ, વિશાલ તથા એક અજાણ્યા ઈસમે તેમની ગાડીને ઓવર ટેક કરીને ઝઘડો કરી મહંમદ સલીને કારમાંથી બહાર કાઢી ચપ્પુ અને ક્રિકેટના સ્ટમ્પ વડે માથાના ભાગે હુમલો કરી ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવક ઈચ્છા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




