સુરતની બસને નડેલી દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક ૧૧નો થયો
સુરત, તા. ૨૨
આહવા-સાપુતારા નજીક અમરોલી છાપરાભાઠા રોડ પર આવેલા ગુરૂકૃપા ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરેલી લકઝરી બસ ઊંડી ખીણમાં પડી જતા ૧૦ વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા હતા. જાકે, સારવાર દરમ્યાન વધુ એક વિદ્યાર્થીનીનું કરૂણ મોત નીપજતા મૃત્યુઆંક ૧૧ પર પહોîચ્યો હોવાનું ડીવાયએસપી જગદીશ વસાવાએ જણાવ્યું હતું. જેકે આ દુર્ઘટના ૨૨મી ડિસેમ્બરના રોજ બની હોવાનું જાણવા મળ્યુંï હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમરોલી-છાપરાભાઠા રોડ પર ગુરૂકૃપા ટ્યુશન ક્લાસ આવેલા છે. આ ટ્યુશન કલાસના સંચાલિકા નીતાબેન બિપિનચંદ્ર પટેલે ગત તા.૨૨મી ડિસેમ્બરના રોજ ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓને આહવા સાપુતારા ખાતે લક્ઝરી બસ મારફતે લઈ ગયા હતા. જ્યાં માલગામ ધ્રુલડા નજીક બસ ઊંડી ખીમમાં ખાબકતા એક મહિલા સહિત ૧૦ વિદ્યાર્થીઓના કરૂણ મોત નીપજ્યા હતા. આ બનાવ દરમ્યાન અમરોલી ખાતે રહેતી અને ૧૦ વર્ષની વિદ્યાર્થીની શ્રેયા ભરતભાઈ કલ્થરીયાને શરીરે ગંભીર ઈજાઓ પહોîચતા સારવાર માટે અમરોલી જીવન જ્યોત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ગતરોજ મોત નીપજતા મૃત્યુઆંક ૧૧ પર પહોîચ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



