કાર્યક્રમમાં ૧૮૦૦ થી વધુ લાભાર્તીઓ નોîધાયા
સુરત, તા.૨૨
રાજ્ય સરકાર દ્વારા અમલીકૃત અનેકવિધ લોકઉપયોગી યોજનાઓ પ્રવૃતિઓ તથા વહીવટ પ્રત્યે પ્રજાનો પ્રશ્નોનો ન્યાયિક ચોક્કસ તથા ઝડપી ઉકેલ આવે તેમજ રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તે હેતુથી નાગરિકોની વ્યક્તિલક્ષી યોજનાઓ સંલગ્ન વિભાગો દ્વારા સ્થળ ઉપર જ ઉકેલ લાવી સકાય તે હેતુસર તા.૨૧-૧-૨૦૧૯ના રોજ સવારે ૯.૦૦ થી ૫.૦૦ કલાક દરમ્યાન સરથાણા કોમ્યુનિટી હોલ સરથાણા જકાતનાકા નાના વરાછા સુરત ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોïના હસ્તે સેવાસેતુ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ. આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન કરતા સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન અનિલભાઈ ગોપલાણીએ જણાવ્યું કે રાજ્ય સરકાર સતત લોકોને સુખી અને સ્વાવલંબી બનાવવા પ્રયત્નશીલ રહી છે. લોકોની વિવિધ યોજનાઓ તથા તેના લાભ લેવા જરૂરી પ્રમાણપત્રો મેળવવાની મુશ્કેલીને સમજ લોકોના સુખે સુખી અને લોકોના દુઃખે દુઃખી એવી રાજ્ય સરકાર સેવાસેતુ કાર્યક્રમ થકી લોકોને સરળતાથી એક જ સ્થળે વિવિધ સેવાઓનો લાભ મળીï રહે તેવુ આયોજન કયુ* છે. વધુમાં ચેરમેન જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના સુવ્યવસ્થિત આયોજન થકી અત્યાર સુધીમાં ચાર તબક્કામાં ૧,૨૫૦૦૦ થી વધુ લોકોને વિવિધ સેવાનો લાભ અપાવી રાજ્યભરમાં નોîધપાત્ર કામગીરી કરવા બદલ સેવાસેતુ કાર્યક્રમ સાથે સંકળાયેલા કર્મચારીઅો તથા કાર્યકર્તાઓની સેવાને બિરદાવી હતી.
સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ વિભાગો જે કે મહેસૂલ વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સીટી સર્વે સુટેન્ડન્ટ, સમાજ સુરક્ષા વિભાગ, પુરવઠા વિભાગ તથા સુરત મહાનગરપાલિકાના ગુમાસ્તા વિભાગ, વ્યવસાય વેરા વિભાગ, આકારણી, વસૂલાત, પ્રોપર્ટી ટેક્ષ વિભાગ આર.સી.એચ. વિભાગ વિવિધ બેકો, શ્રમિક કલ્યાણ બોર્ડ, આરટીઓ વગેરે દ્વારા દિવસ દરમ્યાન કુલ ૧૮૦૭ લાભાર્થીઓએ લાભ લીધો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



