હિન્દુસ્તાન પેટ્રોલિયમ આગામી એક વર્ષમાં બધા પેટ્રોલપંપને સ્વચાલિત કરી દેશે

0
7

ન્યુ દિલ્હી,તા.૧૪
વારંવાર પેટ્રોલ પંપ પર ચોરીની ફરિયાદો સામે આવતા તેની પર વિચાર કરી આૅઈલ કંપનીઓએ તાત્કાલિક કડક પગલું ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. હિંદુસ્તાન પેટ્રોલિયમ આગામી એક વર્ષ સુધીમાં બધા પેટ્રોલ પંપને સ્વચાલિત કરી દેશે, તેથી બાદમાં પેટ્રોલમાં ઓછું આપ્યાની ફરિયાદો ખૂબ જ ઓછી થઇ જશે.
એચપીના લગભગ દેશભરમાં ૧૫ હજાર પંપ છે. જેમાંથી ૯ હજાર પંપ સંપૂર્ણ રીતે સ્વચાલિત છે. જાકે, ૬ હજાર પંપો પર અત્યારે પણ ગાડીઓમાં પેટ્રોલ-ડીઝલ કર્મચારી જાતે ભરે છે. જેમાંથી મોટાભાગના પંપ નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં બન્યા છે. અત્યારે આ પંપોની દેખરેખ થતી નથી.
એચપીસીએલના કાર્યકારી નિર્દેશકે કÌšં કે તેમની કંપની બધા પેટ્રોલ પંપને સીધા સર્વરથી કનેક્ટ કરશે. જેનાતી તેની દેખરેખ થઇ શકે. આનાથી ફાયદો એ થશે કે કોઈ પણ પેટ્રોલ પંપના કર્મચારી પેટ્રોલ-ડીઝલ આપતી વખતે કોઈ પણ પ્રકારની છેતરપિંડી કરી શકશે નહીં.
હાલમાં પેટ્રોલિયમ મંત્રાલયે એક રિપોર્ટ રજૂ કરી હતી, જેમાં ૨૦૧૫ થી ૨૦૧૭ સુધી પેટ્રોલ પંપ પર ગ્રાહકોની સાથે થતી છેતરપિંડી અંગેનું રિપોર્ટકાર્ડ હતું. આ રિપોર્ટ મુજબ, ઘણાં પેટ્રોલ પંપો પર ગ્રાહકો પાસેથી પૈસા લઇ લેવામાં આવતા હતા, પરંતુ તેમને ઓછું પેટ્રોલ આપવામાં આવતું હતું.
ઘણી વખત પંપ ઓપરેટર મશીનમાં રૂપિયા ભરે છે, જેટલું ગ્રાહક પેટ્રોલ માંગે છે. પેટ્રોલને કાર અથવા બાઈકની ટાંકી નાખતા સમયે મીટરને ફેરવી દેવામાં આવે છે, પરંતુ મીટર નક્કી કરેલી કિંમત પહેલા અથવા પછી રોકી દેવામાં આવે છે. તેનાથી એક લીટર પેટ્રોલમાં ઓછામાં ઓછું ૨૦૦ એમએલ સુધીનો ઘટાડો થાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY