નાગપુર ખાતે તા.૩૦’મીથી ક્રિકેટ મેચ શરૂ થશે
સુરત, તા.૨૨
આગામી ૩૦ જાન્યુઆરીથી નાગપુર ખાતે યોજાનારી વેસ્ટઝોન ઈન્ટર યુનિવર્સિટી વિમેન્સ ક્રિકેટ સ્પર્ધા માટે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ.ની ૧૬ ખેલાડીઓની ટીમમાં વનિતા વિશ્રામની નિકિતા ભુવાની પસંદગી વિકેટ કીપર અને જમણેરી બેટર તરીકે કરવામાં આવી છે. મ વનિતા વિશ્રામ સપોર્ટસ કોમ્પ્લેક્ષના મહિલા ક્રિકેટ કોચ કુસમ પાંડે જણાવે છે.
નાગપુર ખાતે ટીમ જાડે કોચ તરીકે જનારા કેતન પટેલના જણાવ્યા મુજïબ હાલ ૧૬ ખેલાડીઅોને વિશેષ તાલીમ અપાઈ રહી છે. આ ખેલાડીઓની પસંદગી તને પટેલ ઉપરાંત અશોક શાહ, નિષિદ દેસાઈ, રૂતેષ દેસાઈ તથા વલસાડના મહેશ પટેલ કરી હતી.
વનિતા વિશ્રામની શેઠ પી.ટી. મહિલા કોલેજની વિદ્યાર્થીની નિકિતા ભુવાની પસંદગી યુનિવર્સિટી ટીમમાં થવા બદલ આચાર્યા, ખુશમનબેન ઢોલાવાલા તથા સંસ્થાના માનદ સેક્રેટરી હરેશભાઈ મહેતા સહિતના પદાધિકારીઓએ અભિનંદન પાઠવવાની સાથોસાથ શુભેચ્છા પાઠવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





