સુરત, તા.૨૨
અત્રે રોટરી ક્લબ ઓફ સુરત ડાયમંડસિટીના ઉપક્રમે શારદા હોસ્પિટલના હોલમાં વિદ્વાન શિક્ષણ શાસ્ત્રી તેમજ સાહિત્યકાર અને અંધજનોનાં પથદર્શક તરીકે ખ્યાતિ ધરાવનાર આચાર્યા નંદિનીબેન શાહ શિક્ષણ વિષય ઉપર માનનીય પ્રવચન યોજાયું હતું. રોટરી ક્લબ ઓફ સુરત ડાયમંડ સિટીના પ્રમુખ કિરીટભાઈ ગોડંલિયાના પ્રમુખ પદે યોજાયેલા આ કાર્યક્રમમાં શરૂઆતમાં રોટેરિયન ડો. અતુલભાઈ પાઠકજીએ આચાર્યા નંદિનીબેન શાહનો સવિસ્તર પરિચય આપ્યો હતો. રોટરી ક્લબ ઑફ સુરત ડાયમંડ સિટીના ભાવી પ્રમુખ બાબુભાઈ કાવડિયાએ સ્મૃતિભેટ અર્પણ કરી હતી. જ્યારે રોટેરિયન ડો. નાના વાળાએ આભારવિધિ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



