શાકોત્સવમાં ૨૦,૦૦૦ થી વધુ ભાવિકોએ પૂ. સ્વામીશ્રીએ બનાવેલું રીંગણનું શાક જમીને ધન્યતા અનુભવી
સુરત, તા.૨૨
સુરતની શોભા સમાન અડાજણ સ્થિત બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર ખાતે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ છેલ્લા ૮ દિવસથી હરિભક્તોને અનેરો સત્સંગ લાભ આપી રહ્ના છે. દરરોજ વહેલી સવારે પ.પૂ. સ્વામીની પ્રાતઃ પૂજાના દર્શન કરવા માટે હરિભક્તોનું જાણે માનવ મહેરામણ ઉમટી પડે છે.
ગઈકાલે તા.૨૧-૧-૨૦૧૯ પોષી પુનમનો પરમ પવિત્ર દિવસ હતો. આજથી દોઢસો વર્ષ પહેલા સંવત ૧૮૬૬ પોષ સુદ પુનમના રોજ ડભાણમાં ભગવાન શ્રી સ્વામીનારાયણે પોતાને રહેવાનું ધામ મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપી હતી. આ મંગલ પર્વે સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં બ્રહ્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંચ પર ઐતિહાસિક ક્ષણનું દ્રશ્ય ખડુ કરવામાં આવ્યું હતું. સાથે આ દિવસે ભવ્ય શાકોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પ.પૂ. સ્વામી જ્યારે પૂજા કરવા માટે પધાર્યા ત્યારે તેમણે પોતાના હાથે જ આખા રિંગણનું શાક બનાવ્યું હતું. આ ઉજાણીની વધાવતા સંતો સુંદર કીર્તનોનું ગાન કરી રહ્ના હતા. આ દ્રશ્યને જાઈને ત્યાં ઉપસ્થિત ૨૦,૦૦૦ થી વધુ ભાવિકો ધન્ય થયા હતા. શ્રીજી મહારાજે જાતે શાક બનાવી જેવી લીલા લોયા ગામમાં કરી હતી એવી જ લીલા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજે કરીને સૌને અલૌકિક સુખ પ્રદાન કર્યુ હતું. સ્વામીશ્રીની પ્રાતઃ પૂજામાં બાળકો યુવાનો અને સંતોએ પોતાના મધુર સવરે ભજન કીર્તનો ગાઈને ભક્તિમય વાતાવરણï સજ્યુ* હતું. સ્વામીની પ્રાતઃ પૂજામાં નાના નાના ભૂલકાઓએ કંઠસ્થ કરેલ વચનામૃતના માર્મિક વચનો રજૂ કરીને સ્વામીનો રાજીપો મેળવ્યો હતો. સ્વામીની પૂજાના અંતે સ્વામીએ બનાવેલ રિંગણનું શાક તમામ હરિભક્તોને પ્રસાદરૂપે આપવા આવ્યું હતું. સૌ કોઈએ સ્વામીની પ્રાતઃ પૂજામાં દિવ્ય પરમભક્તિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



