પોંડિચેરી,તા.૨૮
પોંડિચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામી અને ઉપ રાજ્યપાલ કિરણ બેદી વચ્ચે અણબનાવ છે. બંને સામ-સામે આવી ગયા છે. મુખ્યમંત્રી વી નારાયણસામીએ ઉપ રાજ્યપાલ કિરણ બેદી પર આરોપ લગાવ્યો કે તેમણે કેન્દ્રીય ગ્રાન્ટ વિશે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી આપી.
નારાયણસામીએ જણાવ્યુ કે બેદીએ સોશિયલ મીડિયા પર કહ્યું કે કેન્દ્ર અહીંના કુલ બજેટના ૬૦ ટકા ગ્રાન્ટ આપી રહ્યા છે પરંતુ આ ખોટી માહિતી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર બજેટ ગ્રાન્ટના માત્ર ૨૬ ટકા આપી રહી છે. ના કે ૬૦ ટકા જેવા કે બેદીએ દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો કે નાણાંકીય વર્ષ ૨૦૧૮-૨૦૧૯ માટે ૭૮૩૦ કરોડ રૂપિયામાં કેન્દ્રીય ગ્રાન્ટ માત્ર ૧૪૬૦ કરોડ રૂપિયા જ હતી.
ગત દિવસો પોંડીચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદીએ મુખ્યમંત્રી વી નારાયણસામી દ્વારા તેમને લખેલા પત્રને ઘણો અશિષ્ટ ગણાવ્યો. આ પત્રમાં મુખ્યમંત્રીએ ઉપરાજ્યપાલ પર આરોપ લગાવ્યો હતો કે તે વધારે જાણકારીઓનો ખુલાસો સોશિયલ મીડિયા પર કરે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



