સુરત,તા.૨૨
પાલિકા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કામમાં ગેરરીતી ચાલકી હોવાની વારંવાર ફરિયાદ ઉઠતી રહે છે. દરમિયાન વરાછા ઝોન વિસ્તારમાં કામ કરતી જેટીસી નામની એજન્સીઓમાં સુકા કચરાં પર પાણી નાખી ભીનો કરી મનપાની તિજારીને ચુનો લગાવવા આવતો હોવાનો વીડિયો વાયરલ થયો છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ એજન્સીઓ કરે છે. જેમાં જે ગાડીઓમાં જેટલા વજનનો કચરો આવે તે મુજબ બીલ બને છે. એજન્સીઓ દ્વારા વજન વધારવા માટે અવનવા નુસ્ખા કરીને વધારે રૂપિયાના બીલ બનાવવામાં આવે છે. જેનો એક કિસ્સો કેમેરામાં કેદ થઈ ગયો હતો. સરથાણા વિસ્તારમાં મેધમલ્હાર સોસાયટીમાં ડોર ટુ ડોરની ગાડીમાં સુકા કચરામાં પાણી નાખી ભીનો કરાતો હોવાનો વીડિયો વાયરલ થયો છે.
સરથાણાની સોસયટીમાં ડોર ટુ ડોરની ગાડીમાં સુકા કચરામાં પાણી નાખી ભીનો કરાતો હોવાનો વીડિયો એક સ્થાનિક દ્વારા મોબાઈલમાં કેદ કરી લેવામાં આવ્યો હતો. અને કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયાએ આ વીડિયોને સોશિયલ મીડિયામાં મૂકી સવાલો ઉઠાવ્યા હતા. વીડિયો વાયરલ થતા મનપા દ્વારા જેટીસી એજન્સીને ૨૫ હજારની પેનલ્ટી ફટકારી હતી. અને એક ગાડીનું સાત દિવસ સુધી વજન ન લેવાનો દંડ ફટકાર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



