ઉધાર માલ ખરીદી છેતરપિંડી કરાતા ચાર વિરુદ્ધ ફરિયાદ
સુરત, તા. ૨૩
રૂ. ૧૦.૨૩ લાખની કિંમતનો ગ્રે કાપડનો જથ્થો ખરીદી પેમેન્ટ માટે વાયદાઅો કરી પોલીસ ફરિયાદ કરશે. તો જાઈ લેવાની ધમકી આપી ચાર વેપારીઓ વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી.
મહિધરપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉધના નહેર પાસે રેણુકાનગરમાં રહેતા કિશોરચંદ્ર પરસોત્તમદાસ મહુવાગરાએ આરોપી નમન રસરાજ મુનશી (સૂર્યમ રેસિડેન્સી, પાલ), નિમેશભાઈ ઉર્ફે મનીષભાઈ (ક્રિષ્ના માર્કેટ રિંગરોડ), અશોક ભગીરથ પ્રજાપતિ (શિવકૃપા માર્કેટ કમેલા દરવાજા) રાજેશ રાધેશ્યામ (ક્રિષ્ના માર્કેટ રિંગરોડ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂ. ૧૦,૨૩,૫૪૯ની કિંમતનો માલ ખરીદી છેલ્લા એક વર્ષથી પેમેન્ટ માટે વાયદાઓ કરી પોલીસમાં જશે તો જાઈ લેવાની ધમકી આપી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી.આ અંગે મહિધરપુરા પોલીસે કિશોરચંદ્ર પરસોત્તમદાસની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




