સુરત, તા. ૨૩
વરાછા ખાંડ બજાર ગરનાળા પાસે રેલવે કોલોનીના ઘર નં. ૧૯૧/સી માંથી રૂ. ૪૨૫૦૦ની મતા ચોરાઈ હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત શહેરના વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અજાણ્યા તસ્કરો ફરિયાદ કુંદનકુમાર વિભૂતિ પ્રસાદ શાહના ઘરમાંથી રૂ. ૪૨,૫૦૦ની કિંમતના સોનાના દાગીના ચોરી ગયા હતા. બનાવ અંગે વરાછા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં વરાછા ખાતે આવેલી પિમ રેલવેના કર્મચારીઓ માટેની રહેણાંક કોલોનીમાંથી ચોરી થવા કિસ્સાઓ નોંધાયા છે. દરમિયાન ચોરીïનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



