સુરત,તા.૨૩
કતારગામ જેરામ મોરાર ની વાડી સ્થિત હીરાના કારખાનામાં માત્ર ૧૨ દિવસ અગાઉ નોકરી એ જાડાયેલો બનાસકાંઠા નો યુવાન ગત સોમવારે રાત્રે નોકરી દરમિયાન કારખાનામાંથી રૂ.૨.૦૮ લાખની કિંમતના હીરા ચોરી ફરાર થઈ ગયો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ સુરેન્દ્રનગરના વતની અને સુરતમાં કોઝવે રોડ ભગુનગર સોસાયટી ઘર નંબર ૭૨ માં રહેતા ૩૧ વર્ષીય નરેન્દ્રભાઇ ઉર્ફે મેહુલ જેરામભાઈ બાપોદરીયાએ પાંચ માસ અગાઉ કતારગામ જેરામ મોરારની વાડી પ્લોટ નંબર એ-બી/૩૬ ના ચોથા માળે વિહત ડાયમંડ ના નામે હીરાનું કારખાનું શરૂ કર્યું હતું. તેમના કારખાનામાં કામ કરતા ૧૪ કારીગરો પૈકી બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના મોટી ભાખર ગામનો સુરેશ હજુરસિંહ ઠાકોર લેસર મશીન ઉપર દિવસ નાઇટ શિફ્ટ માં ૧૨ દિવસ અગાઉ નોકરીએ જાડાયો હતો.
ગત મંગળવારે મળસકે ચાર વાગ્યાના અરસામાં કારખાનામાં સૂતા જૂના કારીગરો પૈકી મનસુખભાઇ એ નરેન્દ્રભાઈને ફોન કરી જણાવ્યું હતું કે સુરેશ કારખાનામાં હાજર નથી. આથી નરેન્દ્રભાઈ કારખાને દોડી ગયા હતા અને તપાસ કરી તો સુરેશને કામ કરવા માટે આપેલા રૂપિયા.૨.૦૮ લાખની કિંમતના હીરાના ૨૦ પડીકા પણ ગાયબ હતા.નરેન્દ્રભાઈ એ સુરેશની સમગ્ર વિસ્તારમાં શોધખોળ કરી હતી પરંતુ તે મળ્યો ન હતો.આથી છેવટે ગત રોજ તેમણે સુરેશ વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં નોકર ચોરીની ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પીએસઆઇ એમ વી ચાવડા કરી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



