જંબુસર:
જંબુસર તાલુકા પંચાયતની સામાન્ય સભા આજરોજ તાલુકા પંચાયતના પ્રમુખ જયાબેન પઢિયારના અધ્યક્ષસ્થાને મળી હતી કોરમ થતાં સામાન્ય સભાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં વિપક્ષે સત્તાધારી પક્ષ અને વહીવટી તંત્રને અનેક પ્રશ્નો અંગે ભીંસમાં લીધા હતા.
જંબુસર તાલુકા પંચાયતની સાધારણ સભા આજરોજ મળી હતી જેમાં કાર્ય સૂચીમાં કુલ નવ કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં માજી થ્રી દ્વારા પણ હતો સભામાં પ્રશ્નોત્તરી દરમિયાન વિરોધ પક્ષ દ્વારા તીખા પ્રશ્નો કરવામાં આવ્યા હતા જેના સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા વિપક્ષ નેતાએ ટકોર કરી હતી કે તાલુકા પંચાયતની સભાનું સાચું પ્રોસિડિંગ લખાતું નથી મીટિંગમાં જે ચર્ચા થાય છે પ્રશ્નો પૂછાય છે અને જે ઉત્તર આપવામાં આવશે તેનો નામજોગ સ્પષ્ટ ઉલ્લેખ થવો જોઈએ બિનખેતી પરવાનગી અંગેના પ્રશ્નના ઉત્તરમાં સત્તાધીશો દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં બે અરજદારોને બિનખેતી પરવાનગી આપી હોવાનું જણાવવા સાથે પરવાનગી વગર બિનખેતી ઉપયોગ ના કોઈ કિસ્સા નોંધાયા ન હોવાનું જણાવ્યું હતું જેથી વિપક્ષ નેતાએ તાલુકામાં બિનખેતીની પરવાનગી વગર અનેક ઇંટોના ભઠ્ઠા ચાલુ છે તથા અનેક જિંગા તળાવ બનાવવામાં આવેલ છે જેની સામે કોઇ કાર્યવાહી શા માટે કરવામાં આવી નથી તેવો પ્રશ્ન કર્યો હતો તથા આવા ગેરકાયદેસર કૃત્યો કરનારા વિરૂધ્ધ કાયદેસર પગલાં ભરવા જણાવ્યું હતુ વિપક્ષ નેતાએ પત્રકારોને જણાવ્યું હતું કે જંબુસર તાલુકામાં બિનખેતી પરવાનગી વગર બાંધકામ અને અન્ય પ્રવૃત્તિ કરનારાઓને મોકળું મેદાન મળી ગયું છે અને જાણે બિનખેતી પરવાનગીની કોઈને જરૂર નથી તેમ લાગે છે બીજી તરફ તાલુકા પંચાયતના અધિકારીઓને બિનખેતી પરવાનગી વગર કરવામાં આવતી કામગીરીની કોઈ માહિતી નથી સ્વચ્છતા અભિયાનની વાતો કરવામાં આવે છે પરંતુ જંબુસર તાલુકાના ગામડાઓમાં જે ગ્રામજનો શૌચાલયો બનાવ્યા છે તેમણે પેમેન્ટ ચૂકવવામાં આવ્યું નથી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"