અલવર,તા.૨૩
રાજસ્થાનના અલવરમાં ગૌતસ્કરીના આરોપ હેઠળ કુલ છ માણસોની પોલીસે ધરપકડ કરી છે. ચોંકાવનારી બાબત એ છે કે ગત વર્ષે અલવર જિલ્લાના ગોવિંદગઢ સ્થળે ગૌતસ્કરીના મામલે મોબ લિચિંગ હુમલો થયો હતો. આ સામુદાયિક હુમલામાં મોતને ભેટનાર ઉમર ખાન નામના શખ્સનો ૨૨ વર્ષીય દિકરો મકસૂદ ખાન પણ આ ટોળકીમાં સામેલ હતો. પોલીસના આરોપ મુજબ મકસૂદ ખાન ટ્રકના પાછળ ટેન્કરમાં ભરીને ગાયોની તસ્કરી કરતો હતો
અલવર જિલ્લાના ખેડલી ગામની પોલીસે મંગળવારે મોડી રાતે વાહનોની ચેકિંગ દરમિયાન હરિયાણા અને રાજસ્થાનમાં ગૌ-તસ્કરી, પોલીસ પર ફાયરિંગ, વાહનોની લૂંટ તેમજ પોલીસ પર હુમલા કરનારી ગેંગના ૬ બદમાશોને ઝડપી લીધા હતા. આ ટોળકી પાસેથી ગેરકાયદેસરના હથિયાર, તસ્કરીમાં ઉપયોગમાં લેવાનાર ટેન્કર તેમજ Âસ્વફટ ડિઝાયર ગાડી બરામદ કરવામાં આવી હતી.
આ ધરપકડ કરાયેલી ગૌતસ્કરીની ટોળકીમાં ૧૦ નવેમ્બર ૨૦૧૭ના રોજ અલવર જિલ્લાના ગોવિંદગઢ ખાતે ગૌ-તસ્કરીના આરોપસર જે ઉમર ખાન નામના શખ્સની કથિત ગૌરક્ષકોએ પિટાઇ કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો, તે શખ્શનો દીકરો મકસૂદ ખાન પણ સામેલ જાવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે ભરતપુર જિલ્લાના પહાડી વિસ્તારમાં રહેતાં ઉમર ખાનની હત્યાથી દેશભરમાં ભારે હોબાળો મચ્યો હતો અને રાજ્યની તત્કાલિન ભાજપ સરકાર પર માછલા ધોવાયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




