આગ નિયંત્રણમાં લેવા વહેલી સવાર સુધી લાશ્કરોએ મહેનત કરી

0
15

સુરત, તા.૨૪
ગતરાત્રે પુણા-સીમાડા નહેર ખાતે આવેલ ભગવતી કેમ્પસ પાસે રામેશ્વર પ્લાયવુડના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આગના લીધે ગોડાઉનમાં રાખેલ પ્લાયવુડ, લાકડા, સનમાઈકા, ફર્નીચર, સીસીટીવી તેમજ ઓફિસના લાકડા આગમાં સંપૂર્ણ બળી ગયા હતા.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે સીમાડા કેનાલ રોડ પર આવેલ ભગવતી કેમ્પસ નજીક રામેશ્વર પ્લાયવુડ એન્ડ ડોર્સના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. પતરાના શેડમાં ૨૫ƒ૮૫ ફુટની સાઈઝના ગોડાઉનમાં અચાનક આગ લાગતા પ્લાયવુડ, લાકડા, એલ્યુમિનિયમ સેક્શન, સનમાઈકા, વાયરિંગ, કોમ્પ્યુટર, એલ્યુમિનિયમ કટર, હેન્ડ કટર, ફર્નીચર, સીસીટીવી, ઓફિસના કાગળ, ચલણ બીલ, પતરાના શેડ સહિત સાધન સામગ્રી સંપૂર્ણ નાશ પામી હતી.
ભીષણ આગને કાબુમાં લેવા માટે ફાયર ઓફિસર સોલંકી, રોજીવાડીયા, કિર્તી મોઢ, સાલુંકે સહિત ૧૪ ગાડીનો સ્ટાફ કામે લાગ્યો હતો. રાત્રે સાડા નવ વાગ્યે આગ લાગી હતી. છેલ્લી ફાયરની ગાડી સવારે ૬ વાગે રીર્ટન થઈ હતી. ગોડાઉન માલિક હિરેનભાઈ અને ભાડુઆત ચિરાગ કાંતિભાઈ સવસરીયા હોવાનું જાણવા મળ્યું છે. ભીષણ આગથી કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પરંતુ માલસામાન સહિત સમગ્ર પતરાનું ગોડાઉન સ્વાહા થયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY