હુમલા કેસમાં બંને આરોપીઓની ધરપકડ કરાઈ હતી
સુરત, તા.૨૪
મોટા વરાછા શનશાઈન ડોક્ટર હાઉસની પાસે ખોડલધામના પ્રમુખ અને હાર્દિક પટેલ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ થયેલા હુમલામાં પાસના બે કાર્યકર્તાઓની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. બચાવ પક્ષના એડવોકેટ યશવંતસિંહ વાળા મારફતે એક જામીન અરજી રજૂ કરવામાં આવી હતી. તેઓની જામીન અરજીની સુનાવણી કોર્ટમાં હાથ ધરાશે.
આ કેસની વિગતો એવી છે કે, ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ તથા પાસના કન્વીનર હાર્દિક પટેલ વિરૂદ્ધ ફેસબુક પર અભદ્ર ટિપ્પણી કરી હતી. જેની શંકા રાખી ગત તા.૬-૧૨-૨૦૧૭ના રોજ રાત્રે મોટા વરાછા સનશાઈન ડોક્ટર હાઉસ પાસે ફરિયાદી કલ્પેશ દેવાણી પર શંકા રાખી ચપ્પુ વડે હુમલો કરી ઢીક મુક્કીનો માર મારવામાં આવ્યો હતો. અમરોલી પોલીસે આઈપીસી ૩૦૭ તથા રાયોટિંગનો ગુનો નોîધી આરોપી ચંદ્રેશ કાકડીયા તથા સંદીપ ગોયાણીની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યા હતા. બચાવપક્ષના એડવોકેટ યશવંતસિંહ વાળા મારફતે રજૂ કરેલી જામીન અરજીમાં જણાવાયું હતું આ કેસની વિગતો એવી છે કે, ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ તથા પાસના કન્વીનર હાર્દિક પટેલ વિરૂદ્ધ ફેસબુક પર અભદ્ર ટિપ્પણી કરી હતી. જેની શંકા રાખી ગત તા.૬-૧૨-૨૦૧૭ના રોજ રાત્રે મોટા વરાછા સનશાઈન ડોક્ટર હાઉસ પાસે ફરિયાદી કલ્પેશ દેવાણી પર શંકા રાખી ચપ્પુ વડે હુમલો કરી ઢીક મુક્કીનો માર મારવામાં આવ્યો હતો. અમરોલી પોલીસે આઈપીસી ૩૦૭ તથા રાયોટિંગનો ગુનો નોધી આરોપી ચંદ્રેશ કાકડીયા તથા સંદીપ ગોયાણીની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યા હતા. બચાવપક્ષના એડવોકેટ યશવંતસિંહ વાળા મારફતે રજૂ કરેલી જામીન અરજીમાં જણાવાયું હતું કે માત્ર લોકસભાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઅો પાસે કોઈ મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો નથી. આગામી સપ્તાહમાં જામીન અરજીની સુનાવણી હાથ ધરાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



