મજૂરના મોત અંગે કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ગુનો નોîધાયો
સુરત, તા.૨૪
કતારગામ આંબાતલાવડી પેલેડીયમ પ્રાઈડના નવા બંધાતા બિલ્ડિંગમાં ગ્લાસ લગાવવા જતા એક મજૂર નીચે પટકાતા તેનું કરૂણ મોત નીપજ્યું હોવાનો બનાવ કતારગામ પોલીસ મથકમાં નોîધાયો હતો. પોલીસે આઈપીસી ૩૦૪અ મુજબïનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
કતારગામ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કતારગામ પોલીસ મથકમાં ફરજ બજાવતા હિતેન્દ્ર ઝવેરભાઈએ નોîધાવેલી એક ફરિયાદમાં જણાવ્યું હતું કે, કતારગામ આંબાતલાવડી પાસે પેલેડીયમ પ્રાઈડના નવા બંધાતા બિલ્ડિંગનું કામ ચાલી રહ્નાં છે. આ બિલ્ડિંગ ઉત્તર પ્રદેશ આઝમગઢના વતની અને હાલમાં મુંબઈ ખાતે રહેતા વિજય મેવાલાલ ચૌહાણ બાંધી રહ્ના છે. તેમણે બિલ્ડિંગના એલીવેશનના કામ માટે કોઈ સેફ્ટીના સાધનોની સગવડ કરી ન હતી. આ કામ દરમ્યાન તોહીદખાન પઠાણ ઉ.વ.૩૦ બિલ્ડિંગમાં ગ્લાસ ફીટ કરતો હતો. ત્યારે અચાનક નીચે પડી જતા મોત નીપજ્યું હતું. પોલીસે આઈપીસી ૩૦૪ અ મુજબનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



