કરોડોની સંપત્તિ છોડી કાપડ વેપારીની દીકરી સંયમનો માર્ગ અપનાવશે

0
12

સુરત,તા.૨૪
શહેરના કરોડપતિ કાપડ વેપારીની દીકરી સંયમનો માર્ગ અપનાવશે. સુરતના કરોડપતિ કાપડના વેપારીની દીકરી સંસારી મોહ માયા છોડી હવે સંયમનો માર્ગ અપનાવવા જઇ રહી છે. ૨૮મી જાન્યુઆરીએ આ દીકરી કરોડો રૂપિયાની સંપત્તિ છોડીને સંયમના માર્ગ પર જશે. મૂળ રાજસ્થાની અને હાલ સુરતના મજૂરાગેટ કૈલાસનગર ખાતે રહેતા અતુલ જૈન કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમને સંતાનમાં એક દીકરી માનવી અને એક પુત્ર છે.
માનવી પહેલેથી જ લકઝૂરિયસ કાર તથા બ્રાન્ડેડ કપડાંની શોખીન છે. જા કે હવે માનવી લકઝૂરિયસ લાઇફ છોડીને સંયમનો માર્ગ અપનાવવા જઇ રહી છે. માનવી આચાર્ય ગુણરત્ન સૂરીના સાનિધ્યમાં મજૂરાગેટ સ્થિત નેમિનાથ ઉપાશ્રયમાં દીક્ષા લેશે. સંસારની મોહ-માયા ત્યાગીને માનવી જૈન હવે સંયમના માર્ગ પર ચાલશે.
માનવીએ જણાવ્યું હતું કે, સન્યાસી જીવન શ્રેષ્ઠ છે. મૃત્યુ બાદ પણ મનુષ્યને માત્ર દુઃખ જ મળે છે. જેથી આત્માના કલ્યાણ માટે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. સંન્યાસી જીવન મને વધારે સારું લાગે છે. માનવીએ એમકોમનું રિઝલ્ટ સુદ્ધા જાયું ન હતુ. દીક્ષા લીધા બાદ માનવીને નવું નામ આપવામાં આવશે અને ત્યારબાદ જીવનભર માનવીને તે નામથી ઓળખવામાં આવશે. માનવીએ સંયમના માર્ગ પર ચાલવાનો નિર્ણય લીધો હતો,જેથી તેણીએ પોતાનું રિઝલ્ટ સુધ્ધા જાયુ નહોતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY