ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતના મીનીબજારના વેપારીને ધમકી

0
6

હીરા વેપારીને ગાળો ભાંડી થાય તે કરી લેવાની ધમકી
સુરત, તા. ૨૫
રૂપિયા ૧૨.૦૧ લાખની પરત માંગણી કરતા હીરા વેપારીને જાનથી મારી નાખવાનીધ મકીઅ પાયાનો બનાવ વરાછા પોલીસ મથકે નોîધાયો હતો.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ એ. કે. રોડ સૌરાષ્ટ્ર સોસાયટીમાં રહેતા અશ્વિન ઈશ્વરભાઈ બુધેલિયાએ આરોપી અરવિંદ ભીખાભાઈ જીવાણી (રહે. આદિત્યા રેસિડેન્સી, નાના વરાછા)ને નવેમ્બર ૨૦૧૮માં રૂપિયા૧૨,૦૧,૦૦૦ આપ્યા હતા. આરોપી વરાછા મીનીબજારમાં મળતા ફરિયાદીએ પોતાના રૂપિયા પરત આપવાની માંગણી કરી હતી. જેથી આરોપીએ ફરિયાદીને ગાસળો આપી થાય તે કરી લેજે, એકેય રૂપિયો આપવાનો નથી, બહુ ડાહ્ના થશે તો તને જીવવા દઈશ નહીં તેમ ધમકી આપી હતી. આ અંગે અશ્વિન ઈશ્વરભાઈએ વરાછા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે વિશ્વાસઘાત-છેતરપિંડીની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY