ખજોદગામમાં મોબાઈલ ફોન લૂંટવા ચપ્પુના ઘા ઝીંકી દેવાયા

0
10

ડાયમંડ લેબર કોલોની નજીક લૂંટના ઈરાદે રાહદારી પર જીવલેણ હુમલો
સુરત, તા. ૨૫
ખજાદ ગામ પાસે બે અજાણ્યા યુવકે ચપ્પુના ઘા ઝીંકી મોબાઈલ ફોન અને રોકડા મળી કુલ્લે રૂ. ૭૦૦૦ની લૂંટ કરી નાસી ગયા હતા.
ખટોદરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ખજાદ ગામ ડાયમંડ બ્રુર્સ પી.એસ.પી. લેબર કોલોનીમાં રહેતા જાનીકુમાર નિર્મલ ઘોષ કોલોની પાસેથી પસાર થતા હતા ત્યારે બે અજાણ્યા યુવકો અચાનક ધસી આવ્યા હતા ફરિયાદી જાનીકુમારને ધક્કો મારી મોબાઈલ ફોન ઝૂંટવાનો પ્રયાસ કર્યો હતો અને ફરિયાદી ઉપર ત્રણથી ચાર ચપ્પુથી જીવલેણ ઘા ઝીંકી રૂપિયા ૬૦૦૦ની કિંમતનો મોબાઈલ ફોન, રોકડા રૂપિયા ૧૦૦૦ મળી કુલ્લે રૂ. ૭૦૦૦ની મતા ચોરી કરી ગયો હતો.
ખટોદરા પોલીસે હત્યાની કોશિષ અને લૂંટનો ગુનો દાખલ કરી પો. ઈન્સ્પેક્ટર એમ.બી. ખીલેરીએ તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY