રાજદ્રોહ કેસની મુદ્દતમાં હાર્દિક પટેલ હાજર નહીં રહેતા કોર્ટમાં સુનાવણી ટળી

0
8

હવે કોર્ટ વધુ સુનાવણી તા. ૧૫મી ફેબ્રુઆરીએ હાથ ધરશે
સુરત, તા. ૨૫
અમરોલી પોલીસ મથકના રાજદ્રોહના ગુનામાં ઈન્સાફી કાર્યવાહી શરૂ થઈ છે. ત્યારે આજની કોર્ટની મુદ્દત પર હાર્દિક પટેલ કોર્ટમાં હાજર નહીં રહેતા વધુ સુનાવણી ૧૫મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે. જાકે ૨૬-૨૭ ફેબ્રુઆરીના રોજ હાર્દિકના લગ્ન હોવાથી તે તેના કામમાં વ્યસ્ત હોવાને કારણે હાજર રહી શક્યોન હોવાનું બચાવ પક્ષના એડવોકેટ યશવંતસિંહવાળાએ જણાવ્યું હતું.
આ કેસની વિગતો એવી છે કે, પાટીદાર આંદોલન દરમિયાન પાસના કન્વીનર હાર્દિક પટેલે મોટા વરાછા ક્રિષ્ણા રેસિડેન્સીમાં વિપુલ દેસાઈને ત્યાં જઈને પોલીસ વિરુદ્ધ બેફામ નિવેદનો કર્યા હતા. પૂર્વ ડીસીપી મકરંદ ચૌહાણે અમરોલી મથકમાં રાજદ્રોહની ફરિયાદ દાખલ કર્યા હતા. ડીસીબીએ હાર્દિકની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. ૨૭૦ દિવસ સુધી લાજપોર જેલમાં રહ્ના બાદ તે જામીન મુકત થયો હતો. ડીસીબી દ્વારા ચાર્જશીટ રજૂ કરાયા બાદ કોર્ટે ચાર્જફ્રેમ પણ કરી દીધો હતો. હાલ આ કેસ પુરાવા પર છે. ત્યારે આજે કોર્ટમાં તેની મુદ્દત હતી, પરંતુ તે પોતાના મેરેજ ફંકશનમાં વ્યસ્ત હોય. કોર્ટ સમક્ષ હાજર ન રહેતા વધુ સુનાવણી ૧૫મી ફેબ્રુઆરીના રોજ થશે. એવું એડવોકેટ યશવંતસિંહ વાળાએ જણાવ્યું હતું.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY