નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૨મી જન્મ જયંતીની કરાયેલી ઉજવણી

0
29

શાળાના વિદ્યાર્થીઓએ પણ નેતાજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી
સુરત, તા.૨૫
ભારત દેશની આઝાદીના લડવૈયા નેતાજ સુભાષચંદ્ર બોઝની ૧૨૨મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૨૩-૧-૨૦૧૯ને બુધવારના રોજ સવારે ૮.૩૦ કલાકે ગોપીપુરા સુભાષચોક સુરત ખાતે પુષ્પાંજલી સહ વંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી ભારત દેશની આજાદી અપાવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરનારા નેતાજી સુભાષચંદ્ર બોઝને મેયર જગદીશ પટેલ, ડે.મેયર નિરવ શાહ, મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન, શાસક પક્ષ નેતા ગિરિજાશંકર મિશ્રા, સમાજ કલ્યાણ આનંદ પ્રમોદ અને સાંસ્કૃતિક સમિતિ અધ્યક્ષા રશ્મિકાબેન પટેલ, વિવિધ સમિતિના અધ્યક્ષો, મ્યુ. સભ્યો, અધિકારીગણ તથા સ્થાનિક નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નેતાજી સુભાષચંદ્ર બોઝને પુષ્પાંજલી અર્પણ કરી વંદના કરી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઅોએ માતૃભૂમિની મુક્તિ માટે છેડાયેલા જંગમાં અગ્રેસર એવા સુભાષચંદ્ર બોઝના જીવન પર વક્તવ્ય રજૂ કરી તુમ મુજે ખૂન દો, મે તુમ્હે આઝાદી દુંગા, આઝાદી અમર રહો જેવા રાષ્ટ્રીય નારાઓથી નેતાજીને યાદ કર્યા હતા.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY