સોનગઢમાં પ્રજાસત્તાક પર્વ દિન ઉજવણી કાર્યક્રમ સંદર્ભે રિહર્સલ

0
9

પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરતા જિલ્લા કલેક્ટર એન.કે. ડામોર
વ્યારા, તા.૨૫

આગામી તા. ૨૬મી, જાન્યુઆરીના રોજ તાપી જિલ્લાના સોનગઢ ખાતે સવારે ૦૯ઃ૦૦ કલાકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીની અધ્યક્ષતામાં તાપી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે. જિલ્લા કક્ષાની આ ઉજવણીને અનુલક્ષીને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જિલ્લા કલેકટર અને.કે.ડામોરે કાર્યક્રમના સ્થળે રિહર્સલ યોજી પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી.
તાપી જિલ્લાના સમાહર્તા એન.કે ડામોરની સીધા માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સોનગઢ ખાતે આવેલી સાર્વજનિક હાઇસ્કૂલના પટાંગણમાં કરવામાં આવનાર છે. આ ઉજવણીને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાનારા આ કાર્યક્રમની તૈયારીઓમાં કોઇ કચાશ ન રહી જાય એ માટે જિલ્લા વહીવીટીતંત્ર ખડે પગે કામગીરીને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે.
પૂર્વતૈયારીઓને આખરી ઓપ આપવાના ભાગરૂપે જિલ્લા કલેકટર એન.કે.ડામોરે આજે સવારે સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે રિહર્સલ યોજ્યું હતું. આ રિહર્સલ દરમિયાન સમગ્ર કાર્યક્રમ દરમિયાન થનાર દરેક ગતિવિધિનું બારીકાઇ અવલોકન કરી જિલ્લા કલેકટરે જરૂર જણાય ત્યાં ઉપયોગી માર્ગદર્શન પણ આપ્યું હતું. ઉપરાંત તેમણે સમયમર્યાદામાં કામગીરી આટોપી લેવા જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY