ફેબ્રિક્સ ફેક્ટરી સામે કસ્ટમ-એક્સાઈઝ કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

0
4

કંપનીના ચાર સંચાલકોને પુરાવાના અભાવે કોર્ટે છોડી મુક્યા
સુરત, તા.૨૫

ભરુચની અંકલેશ્વર જીઆઇડીસી ખાતેની નર્મદા ફેબ્રિક્સ ફેક્ટરીના સંચાલકો સામે સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ કસ્ટમ દ્વારા કરવામાં આવેલા આઇપીસી ૪૦૬,૧૧૪ મુજબના કેસમાં નામદાર કોર્ટે ચાર આરોપીઓને પૂરતા પુરાવાઓના અભાવે નિર્દોષ છોડયા હતા.
આ કેસની પ્રાપ્ત માહિતી અનુસાર ભરુચના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં નર્મદા ફેબ્રિક્સ ફેક્ટરીમાં ગત તા.૨૦મી ફેબ્રુઆરી ૨૦૦૩ના રોજ સેન્ટ્રલ એક્સાઇઝ ઓફિસરોની એક ટીમે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી.જેમાં નર્મદા ફેબ્રિક્સ પ્રા.લી.ના હાજર સ્ટોકની તપાસ દરમિયાન ૪,૬૬,૬૮૧.૨૭ મીટર કાપડ કિંમત રૂ.૭૦ લાખનું માલની એક્સાઇઝ રજીસ્ટરમાં નોંધ કર્યા વિનાનું જણાયું હતું.જેથી એક્સાઇઝ અધિકારીઓએ આ માલને સીઝ કર્યું હતું.ત્યારબાદ ગત તા.૪-૬-૨૦૦૩ના રોજ સેન્ટ્રલ એક્સાઇઝ ઓફિસર્સની ટીમે મજુકર ફેક્ટરીની ફરી મુલાકાત લેતા અગાઉ જપ્ત કરેલ મુદ્દામાલ અંગે તપાસ કરતાં આરોપીએ ૪,૬૬,૬૮૧.૨૭ મીટર મેઇન રોડ પ્રોસેસ ફેબ્રિક્સ કિંમત રૂ.૭૦ લાખનો અધિકૃત અધિકારની મંજુરી વિના બારોબાર નિકાલ કરી નાંખ્યું હતું.તેમણે ખુલ્લા બજારમાં આ માલને વેચી નાંખેલ હતું.જેથી એક્સાઇઝ અધિકારીઓએ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે મથકે આઇપીસી ૪૦૬,૧૧૪ મુજબની ફરિયાદ આપતાં,પોલીસે કંપનીના રામકુમાર છંગારામ અગ્રવાલ,જ્ઞાન પ્રકાશ રામકુમાર ગુપ્તા,મીનાદેવી મનમોહન ગુપ્તા,દેવકીદેવી રામકુમાર ગુપ્તાનાઓની ધરપકડ કરી હતી.જે તમામ આરોપીઓનો જામીન પર છુટકારો થવા પામ્યો હતો.
આ કેસમાં પોલીસે નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતાં કેસની ટ્રાયલ ચાલતા આરોપીઓ તરફે સુરતના એડવોકેટ એમ. અશરફ ગાજીયાનીએ હાજર રહી આરોપીઓનો બચાવ કર્યો હતો.જેમની દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે તમામ આરોપીને વ્યાજબી શંકાને લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY