કાલે સુરત મહાનગરપાલિકા દ્વારા ઉધનામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

0
12

વિજયાનગર સ્ટેડિયમમાં મેયર ડૉ. જગદીશ પટેલના હસ્તે ધ્વજવંદન
સુરત, તા.૨૫
ભારતના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૨૬-૧-૨૦૧૯ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે વિજયાનગર સ્ટેડિયમ, સુમન શાળા નં.૧ની બાજુમાં, ઉધના સુરત ખાતે મેયર ડૉ. જગદીશ પટેલના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાનાર છે. પ્રજાસત્તાક પર્વના અવસરે તા.૨૬-૧-૨૦૧૯ના રોજ સવારે ઉધના ઝોન વિસ્તારની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને સુમન શાળા સેલના વિદ્યાર્થીઅોની ટેબ્લોઝ અને દેશભક્તિના નારા સાથેની પ્રભાત ફેરી સ્વરૂપે ધ્વજવંદન સમારોહમાંï જાડાશે. સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ તથા વોચ એન્ડ વોર્ડ વિભાગના સિક્યુરિટી જવાનોની માર્ચ પાસ્ટ સાથે તિરંગાને સન્માનપૂર્વક સલામી આપવામાં આવશે. ધ્વજવંદન બાદ યોજાનાર સન્માન સમારોહમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત તા.૧૧-૧-૨૦૧૯ના રોજ ખટોદરા કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલ ચિત્રકામ અને વેશભૂષા હરિફાઈના વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિરલ સિદ્ધિ હાંસલ કરેલ શહેરના રમતવીરો કલાકારોને ચેક અને સ્મૃતિભેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે. સન્માનિત થનાર રમતવીરો, કલાકારોને સવારે ૯.૦૦ કલાક પહેલાં રજીસ્ટ્રેશન કરાવી બેચ મેળવી લેવાનો રહેશે.
આ પ્રજાસત્તાક દિનની લોકોના પર્વ તરીકે લોક સહયોગથી ઉજવણી માટે ઉધના ઝોન વિસ્તારની સુમન શાળા, સેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઅોનો દેશભક્તિને ઉજાગર કરતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ધ્વજવંદન સ્થળ વિસ્તારમાં આવેલ રોડ ડિવાઈડરોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવશે. રાષ્ટ્રના ગૌરવ સમા આ શાનદાર પર્વની ઉજવણીમાં ઉત્સાહભેર જાડાવા સુરત મહાનગરપાલિકા અપીલ કરે છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY