નારાયણ સાંઈ બળાત્કાર કેસ
કોર્ટમાં બંને પક્ષોની અંતિમ દલીલો પૂર્ણ થઈ ગઈ છે
સુરત, તા. ૨૫
શહેરની પીડિતા સાથે બળાત્કાર ગુજારવાના એક કિસ્સામાં સંકળાયેલા નારાયણ સાંઈના કેસનો અંતિમ ચુકાદો ૬ ફેબ્રુઆરીના રોજ આવવાની શક્યતાઓ રહેલી છે. એવું બચાવ પક્ષના એડવોકેટ કલ્પેશ દેસાઈ અને વિરલ ચલીયાવાળાએ જણાવ્યું હતું.
આ કેસની વિગતો એવી છે કે ૬ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ શહેરની પીડિતા દ્વારા શહેરના જહાંગીરપુરા પોલીસ મથકમાં નારાયણ સાંઈ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે હરિયાણા કુરૂક્ષેત્રથી નારાયણ સાંઈની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. નારાયણ સાંઈ ઉર્ફે મોટા ભગવાન છેલ્લા પાંચેક વર્ષથી જેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહ્ના છે. પોલીસે ચાર્જશીટ રજૂ કર્યા બાદ ચાર્જફ્રેમ અને ત્યારબાદ ઈન્સાફી કાર્યવાહી પૂરી થઈ ગઈ છે. આ કેસમાં સરકાર તથા બચાવ પક્ષની અંતિમ દલીલો પૂરી થતા કોર્ટ આગામી ૬ ફેબ્રુઆરીના રોજ અંતિમ ચુકાદો આપશે. એવી શક્યતાઓ રહેલી છે. નારાયણ સાંઈની ધરપકડ છઠ્ઠી ડિસેમ્બર ૨૦૧૩ના રોજ કરવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



