સ્કૂલોમાં નવરાત્રી વેકેશન જાહેર કરાયું છે ત્યારે નર્મદા જિલ્લા ના પરિણામો નબળા આવવાની વકી

0
152

નવરાત્રીના દસ દિવસ ના વેકેશન બાદ તુરત પ્રથમ સત્ર ની પરીક્ષા શરૂ થનાર હોવાથી પરિણામો ખરાબ આવવાની શક્યતાઓ..

તારીખ 10 થી 18 સપ્ટેમ્બર નવરાત્રી ની રજા બાદ બીજેજ દિવસ એટલેકે 19 સપ્ટેમ્બર થી પરીક્ષાઓ શરૂ થાય છે.

નવરાત્રીના દસ દિવસ ના વેકેશન માં બાાળકો અભ્યાસ છોડી ગરબા કે અન્ય પ્રવુત્તિઓ માં મસ્ત હશે ત્યારે સ્કૂલો માં જે ભણતર થતું હોય એ ચોક્કસ છુટસે એની પરીણામો પર માઠી અસર પડશે એમ શિક્ષણવિરો નું માનવું છે

જોકે આમ પણ નર્મદા જિલ્લા માં પરિણામો ઘણા વર્ષો થી નબળા રહ્યા છે ત્યારે નવરાત્રી વેકેશન બાદ શું સ્થિતિ હશે એ જોવું રહ્યું..!

નર્મદા જિલ્લા માં છેલ્લાલા ઘણાા વર્ષો થી બોર્ડ ના પરિણામો નબળા જોવાા મળ્યા છે ત્યારે ચાલુ વર્ષ થી હવે નવરાત્રી નું વેકેશન પણ જાહેર કરાતા આવનારા સમય માં બાળકોના અભ્યાસ પર ચોક્કસ પ્રશ્નાર્થ લાગે એમ લાગી રહ્યું છે કેમકે નવરાત્રી ના વેકેશન બાદ તુરતજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ની પ્રથમ સત્ર ની પરીક્ષા શરૂ થનાર હોય ત્યારે નવરાત્રી ના વેકેશન માં બાળકો ગરબા અથવા અન્ય પ્રવૃત્તિ માં પોતાનો અભ્યાસ બગાડશે અને એની સીધી અસર પરિણામો ઉપર જોવા મળશે ત્યારે અગાઉના અભ્યાસક્રમ કરતા હાલ ભણતર ઘણું અઘરું અને વધુ થયું છે તેની સામે હાલના શિક્ષકો ની પધ્ધતિ પણ બદલાઈ હોય હાલ કોઈ બાળક ને અભ્યાસ માટે ટકોર કરતા શિક્ષકો ને પણ અમુક વાલીઓ બાન માં લેતા હોય અમુક શિક્ષકો ડર ના માર્યા ખાસ ધ્યાન નથી આપતા તેવાંમાં નવરાત્રી ની રજા સહીત શિક્ષકો ના માથે વધતી અન્ય સરકારી જવાબદારી માં અંતે બાળકો ના અભ્યાસ પર તેની ગંભીર અસર જોવા મળશે જેના કારણે બાળકોનું ભવિષ્ય બગડે ત્યારે ખોટા વેકેશન કે શિક્ષકો ના માથે ભણતર સિવાય ની અન્ય જવાદારીઓ ના તાયફા અટકાવી બાળકો ના ભવિષ્ય સાથે થતા અડપલાં બંધ કરવા શિક્ષણ વિભાગ અને સરકારે કોઈ નક્કર આયોજન કરવું પડશે નહીતો આવનારી પેઢી નું ભવિષ્ય જરૂર ડામાડોળ જોવા મળશે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY