વડાપ્રધાન મોદી ૩૦ જાન્યુ.એ ૪૦ કરોડના ખર્ચે બનેલી હોસ્પિટલનું ઉદ્ધાટન કરશે

0
34

સુરત,તા.૨૭
૩૦મી જાન્યુઆરીના રોજ પીએમ મોદી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાપર્ણ અને પહેલી ઇન્ટરનેશનલ ફલાઇટને લીલીઝંડી આપશે. વડાપ્રધાન મોદીના હસ્તે સુરતના રિંગરોડ ખાતે આવેલી વિનસ હોસ્પિટલને પણ ખુલ્લી મુકવામાં આવશે.પહેલા આ હોસ્પિટલ સુરતના રામપુરા વિસ્તારમાં હતી, ૧૧૨ વર્ષ જુની અશાકતાશ્રમની આ હોસ્પિટલ છે. જે હવે રસિલાબેન સેંવતીલાલ શાહ વિનસ હોસ્પિટલના નામથી રિંગરોડ ખાતે ખુલ્લી મુકવામાં આવશે.
૨૦૧ બેડ ધરાવતી મલ્ટી સુપર સ્પેશ્યલીટી ધરાવતી આ હોસ્પિટલમાં અત્યંત આધુનિક સાધનો સાથે શરૂ કરવામાં આવી રહી છે. વિનસ હોસ્પિટલ એક ટ્રસ્ટની હોસ્પિટલ છે, જેમાં ગરીબો માટે હોસ્પિટલમાં મુખ્યમંત્રી અમૃતમ યોજના, મા વાત્સલ્ય યોજના, અને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળશે. આ લાભ હેઠળ છેલ્લા એક મહીનામાં ૨૫ જેટલા દર્દીઓએ લાભ લીધો છે,જેમાં દર્દીઓએ એન્જાગ્રાફી, એન્જાપ્લાસ્ટી અને મગજની સર્જરી પણ થઈ છે.
દાતાઓ દ્વારા આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે ગરીબોને ફાયદાકારક તો નીવડશે સાથે સાથે આ હોસ્પિટલોમા દર્દીનું ધ્યાન રાખનારા ડાક્ટરોનું પણ દાતાઓ દ્વારા ધ્યાન રાખવામાં આવશે. અન્ય હોસ્પિટલના મુકાબલે આ હોસ્પિટલમાં દર્દીનો જનરલ વોર્ડનો ચાર્જ માત્ર ૧ હજાર રૂપિયા રાખવામાં આવ્યો છે. જનરલ વાડમાં ૪થી ૬ જેટલા જ બેડ અને ફૂલી એસી રુમ રાખવામાં આવ્યા છે,જેમાં દર્દીને યુનિફોર્મ, દર્દીને નાસ્તો સાંજની ચા અને રાતના જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.
દર્દીઓને સરકારી હોસ્પિટલમાં સારવારના મળતી હોય એનાથી બે ગણી સારી સારવાર માટે આ હોસ્પિટલમાં નવા આધુનિક મશીનરી, કાર્ડયોલોજી, આધુનિક કંપનીના વેન્ટિલેટર,મોનીટર, ઇકો મસીન્સ, કેથલિક, ડ્રેગેન કંપનીના ઇમ્પોટેટ નવા ઓપરેશન થિયેટર,આઇસીયુ સહિતની વ્યવસ્થાઓ છે. હોસ્પિટલમાં નસિંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ, ડોકટર્સ મળી અઢીસોથી વધુનો સ્ટાફ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY