અમરોલી ગણેશપુરા બ્રિજ પાસે દિશા સૂચક બોર્ડ તૂટી પડતા એકનું મોત

0
13

લોખંડનું તોતીંગ બોર્ડ તૂટી પડવાથી દુર્ઘટનામાં એક રાહદારી ઘાયલ
સુરત, તા. ૨૮
આજે સવારે આઠેક વાગ્યાના સુમારે અમરોલી ગણેશપુરા પુલ પાસે નિર્માણધીન બ્રિજ નજીક દિશાસૂચક બોર્ડ તૂટી પડતા ૨ રાહદારીઓ ઘવાયા હતા જે પૈકી એકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું.
અમરોલી પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે અમરોલી કોસાડ વચ્ચે ગણેશપુરા પુલ નજીક પાલિકા દ્વારા નવા બ્રિજનું કામ ચાલી રહ્નાં છે. ત્યાં દિશાસૂચક બોર્ડ અચાનક તૂટી પડતા બે રાહદારીઓ ઘવાયા હતા. બ્લુ કલરનું દિશાસૂચક બોર્ડના લોખંડના સળીયાથી રાહદારીઓ ઘવાયા હોવાથી અન્ય રાહદારીઓએ ફાયર અને ૧૦૮ને જાણ કરી હતી. બે પૈકી શબ્બીર મોહંમદ નાઝીર સૈયદ ઉ.વ. ૩૦, રહે. એ/૪૮/૨૩ કોસાડ આવાસની ઉપર બોર્ડ પડવાથી ગંભીર રીતે ઘવાયો હતો. ફાયરની ટીમ શબ્બીરને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગઈ જ્યાં તબીબોએ શબ્બીરને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે અમરોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY