૧૩ લોકોએ ઘાતક શસ્ત્રોથી પીરવાર પર હુમલો કર્યો : એકનું મોત
સુરત, તા. ૨૮
ડીંડોલીમાં બુટેગરો બેફામ બન્યા. જૂની અદાવતમાં તે જણાંએ ઘાતક હથિયારો સાથે એક પરિવાર ઉપર તૂટી પડયા હતા. આ હુમલામાં એકનું મોત નીપજ્યું હતું.
ડીંડોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગઈકાલે રાત્રે ૯.૩૦ કલાકે રાજુï ઉર્ફે વાલ્મિક ઉર્ફે નીતિન પાટીલ, રાહુલ બટકો મહાજન, સંદીપ શેરસિંગ ઠાકુર, સાગર, સાગર ચોર કદમ, પપ્પી ઉર્ફે મનીષ વિનાયક પાટીલ, છોટુનો સાળો આનંદ, કિશોર પાટીલ તથા અન્યોએ ઘાતક શસ્ત્રો સાથે નવાગામ ડીંડોલી બીલીયાનગર પાસે ધસી ગયા હતા. અને ભૂષણ બંસીલાલ પાટીલના પરિવાર ઉપર હુમલો કરી ભૂષણ પાટીલ, ભૂષણની બહેન, બનેવી વિનોદ ઉપર જીવલેણ ઘા ઝીંક્યાં હતા. આ હુમલામાં ફરિયાદીના બનેવી વિનોદને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મૃત્યુ થયું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ એકાદ વર્ષ પહેલાં દારૂના ધંધા બાબતે આ બન્ને જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં રિઢા બૂટલેગરોએ સશસ્ત્ર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં ડીંડોલી પોલીસે ઘટના સ્થળે ધસી જઈ તપાસ હાથ ધરી હતી. ડીંડોલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



