સુરત, તા. ૨૮
અમરોલી પોલીસ મથકના રાયોટીંગ અને મારી નાખવાના પ્રયાસના ગુનામાં સંકળાયેલા પાસના બે કાર્યકર્તાઅોની જામીન અરજીની સુનાવણી આજે હાથ ધરાનારી છે. એવું બચાવ પક્ષના એડવોકેટ યશવંતસિંહવાળાએ જણાવ્યું હતું.
આ કેસની વિગતો એવી છે કે વર્ષ ૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન મોટા વરાછા ખાતે સનસાઈન ડોક્ટર હાઉસ પાસે એક યુવક પર એવી દહેશત રાખીને જાની લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે, ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ અને હાર્દિક પટેલ વિરુદ્ધ ફેસબૂક પર અભદ્ર ટીપ્પણી કરી હતી. અમરોલી પોલીસે આઈપીસી-૩૦૭ અને રાયોટીંગ મુજબનો ગુનો નોંધી પાસના બે કાર્યકર્તાઓ ચંદ્રેશ કાકડિયા અને સંદીપ ગોયલાનીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. લાજપોર જેલમાંથી તેઅોએ એડવોકેટ વાળા દ્વારા એક જામીન અરજી કરવા રજૂ કરવામાં આવી હતી. જાકે, પોલીસે ગુનો સંબંધિત કોઈ મુદ્દો રીકવર કર્યો ન હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




