અંગીરસ શુકલાના હસ્તે ધ્વજવંદન યોજાયું
સુરત, તા.૨૭
SRICT (શ્રોફ એસ. આર. રોટરી ઈન્સ્ટીટયુટ ઓફ કેમિકલ ટેક્નોલોજી) ખાતે ૭૦ માં પ્રજાસતાક દિનનીની ઉજવણી ૨૬મી જાન્યુઆરી ૨૦૧૯ ના દિવસે કરવામાં આવી હતી. જેમાં કોલેજના મહામંત્રી શ્રી તથા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ના ભૂતપૂર્વ પ્રમુખશ્રી અંગીરસ શુક્લા દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે કોલેજના ઉપાધ્યક્ષ શ્રી અશોક પંજવાણી, કોલેજના ઉપઆચાર્ય ડો.સ્નેહલ લોખંડવાલા, ટ્રસ્ટી ડો. મહેશ મિસ્ત્રી, રોટરી કલબના પ્રમુખ શ્રી ઈશ્વર સજ્જન, વિવિધિ વિદ્યાશાખાઓના વડાશ્રીઓ, અધ્યાપક ગણ, કર્મચારીગણ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા . કોલેજના ઉપાધ્યક્ષ શ્રી અશોક પંજવાણી અને મહામંત્રી શ્રી અંગીરસ શુક્લા દ્વારા ૭૦માં પ્રજાસત્તાક દિન નિમિત્તે દરેકને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે કોલેજના મેથેમેટિક્સ સાયન્સ અને હુમીનીટીસ વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો દ્વારા દરેકનું મન જીતી લીધું હતું. આ ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓને ૫એસ, વક્તૃત્વસ્પર્ધા, રંગોળી સ્પર્ધા, નેચર કલબમાં સારૂ પ્રદર્શન કરવા બદલ તથા વિવેકાનંદ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીને કોલેજ તરફથી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



