રાજપીપળાા સરકારી ઓવારે અને એસટી ડેપો માં મળેલ અજાણ્યા વ્યક્તિઓના મૃતદેહની દફન વિધિ કરાઈ

0
82

રાજપીપળા સરકારી ઓવારે પાણીમાં ડૂબી જતા મોતને ભેટેલ વ્યક્તિ અને એસટી ડેપોમાં મૃત હાલતમાં મળેલા બંને અજાણ્યા વ્યક્તિઓ મુસ્લિમ હોવાની ઓળખ થતા દફનવિધિ કરાઈ

રાજપીપળા : રાજપીપળા શહેરના સરકારી ઓવારે અને એસટી ડેપો માં મૃત હાલતમાં મળેલા બે અજાણ્યા વ્યક્તિઓ ના મૃતદેહની કોઈ ઓળખ ન થઈ પરંતુ એ મુસ્લિમ હોવાની જાણ થતા આ બિનવારસી મૃતદેહોની પ્રાથમિક રીત રિવાજ મુજબ લાશની અંતિમવિધી કરવા માટે રાજપીપળાની મોહદીષે આઝમ મિશન સંસ્થાને રાજપીપળા પોલીસે જાણ કરતા મોહદીષે આઝમ મિશનના પ્રમુખ શાહનવાજ પઠાણને મૃતદેહ સોંપાયા બાદ આ મૃતદેહોની મુસ્લિમ રીતરિવાજ મુજબ દફન વિધિ કરી જેમાં રાજપીપળા નવાફળિયાના નવયુવાન અને માનવતા ધરાવતા કાર્યકરો પૈકી ઇસ્માઇલભાઈ ,ઇબ્રાહીમભાઈ ,મોહમ્મદભાઈ,બાલાભાઈ ,રફીકભાઈ,સાજીદભાઈ અને મોહદીષે આઝમ મિશનના અન્ય કાર્યકરોના સહયોગથી આ દફન વિધિ કરી હતી ત્યારે આ તબક્કે રાજપીપીપળા નિઝામશાહ દરગાહના પેશ ઇમામ કાદરી બાપુ એ મયતની જનાજાની નમાજ પઢાવી હતી અને રાજપીપળાના સુન્ની કબ્રસ્તાનમાં મુસ્લિમ રીતિ રિવાજથી તેમની દફન વિધી કરી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY