ભેંસાણ ખાતે બેફામ દોડતી ટ્રકે બાઈકને ઉડાવી દેતા ચાલકનું મોત

0
15

અકસ્માતમાં બાઈક સવાર અન્ય એક ઘાયલ
સુરત, તા. ૩૧
ઓખાથી- ભેંસાણ ચાર રસ્તા તરફ જતા હાઈવે રોડ પર એક ટ્રક ચાલકે પૂરપાટ અને ગફલતભરી રીતે પોતાની ટ્રક હંકારતા એક બાઈક ચાલકને નીચે પાડી દઈ મોત નીપજાવી ફરાર થઇ ગયો હતો. જ્યારે પાછળ બેઠેલા યુવકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રાંદેર પોલીસે ફેટલનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચોર્યાસી તાલુકાના પાલ ગામ કુંભાર મહોલ્લામાં રહેતા ૨૪ વર્ષના યુવક મહેશભાઈ પટેલનો ભાઈ મેહુલ અને પ્રતિક મોટર સાઈકલ લઈને ઓખાથી ભેંસાણ તરફ આવતા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે પોતાની ટ્રક ગફલતભરી રીતે હંકારી બાઈક ચાલકને ટક્કર મારી મેહુલ પટેલનું મોત નીપજાવી ફરાર થઈ ગયો હતો. જ્યારે બાઈક પાછળ બેઠેલા પ્રતિકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મેહુલ પટેલના ભાઈ મહેશ પટેલે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફેટલનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY