લખનઉ,તા.૬
વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર લીક થઈ જવાની ઘટનાની ગંભીર નોંધ લેતા, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું તું કે, આ પ્રકારના કૃત્યો કરનારા સામે કડક પગલા લેવાશે અને તેની સામે રાષ્ટ્રીય સુરક્ષા ધારા (એનએસએ) લાગુ કરવાનો તપાસનીશ સંસ્થાઓને નિર્દેશ આપ્યો છે. તેમજ તેમાં જા કોઈ સંસ્થાની સંડોવણી માલુમ પડે તો તેને બ્લેક લીસ્ટ કરવા ચેતવણી આપી છે. ઉ. પ્રદેશમાં પૂર્વે ખાણ માફિયા સામે એનએસએ લાગુ કરાયો પણ છે.
આદિત્યનાથે કહ્યું હતું કે પરીક્ષાઓ, પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત હોવી જાઈએ. સરકાર, યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનારા લોકો કે સંસ્થાઓને સહન કરી લેશે નહીં. પરીક્ષાની પ્રક્રિયાને દુષિત કરનારા સામે કડક પગલાં લેવામાં આવશે. ઉ. પ્રદેશ સરકારે ભૂતકાળમાં ગૌહત્યા કરનારા, પાવર ચોરી કરનારા, રાષ્ટ્રગીતનું અપમાન કરનારા કે નકલી નાણાં ચલણમાં મુકનારા સામે એનએસએ લાગુ કરવાની ધમકી આપેલી છે. જા કે તેનો વાસ્તવમાં કેટલો અમલ થયો તે ત્યાંનો અધિકારી વર્ગ કહી શકે.
એનએસએ હેઠળ કોઇ વ્યક્તિ રાષ્ટ્રીય સુરક્ષા સામે બાહ્ય કે કાયદો અને વ્યવસ્થા માટે આંતરીક રીતે જાખમી જણાય તો તેની અટકાયત કરીને લાંબા સમય સુધી અટકાયત કરી રાખી શકાય છે.
આદિત્યનાથે તેમની રાજ્ય સરકારના વિભાગોને પણ તાકીદ કરી છે કે, તેમના વિભાગમાં કોઈ જગ્યાઓને લાંબો સમય ખાલી રાખવી નહીં તેમજ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને ન્યાયી હોવી જાઈએ. રાજ્યમાં ટયુબવેલ ઓપરેટરની પરીક્ષામાં પૂર્વે પેપર લીક થતા, ૧૧ વ્યક્તિઓની ધરપકડ થઈ હતી. તેમની સામે કડક પગલાં લેવાયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




