ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં સુરતનો તોહીદ શેખ પ્રથમ ક્રમે

0
8

સ્પર્ધામાં ગુજરાતભરના ૬૯ બોડી બિલ્ડરોએ ભાગ લીધો હતો
સુરત, તા.૩૧

ગુજરાત બોડી બિલ્ડીંગ એસોસીએટ દ્વારા ૧રમી સિનિયર મિસ્ટર ગુજરાત મેઇન ફીઝીક્સ કેટેગરી સાથે અન્ય કેટેગરીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેરના રાંદેર ખાતે રહેતા તોહીદ અહમદ નિશાર શેખએ મેઇન ફીઝીક્સ કેટેગરીમાં પ્રથમ ક્રમાંક મેળવી સુરતનું નામ રોશન કર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા ખાતે ગુજરાત પબ્લિક સ્કૂલ પાસે આવેલ એસ.બી.જી. કેમ્પસમાં ગત તા.૨૭મી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ૧રમી સિનિયર મીસ્ટરગુજરાત બોડીબિલ્ડિંગ, મેઇન – હ્યુમનવ ફીઝીક્સ ચેમ્પીયનશીપની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૬૯ જેટલા ગુજરાતના બોડી બિલ્ડરોએ ભાગ લીધો હતો. જેમાંથી સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી રંગઅવધુત સોસાયટી-૩ ખાતે રહેતા તોહીદ અહમદ નિશાર શેખ ઉ.વ.૩૦એ ૧૨મી સીનીયર મીસ્ટર ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધા ૧૮-૧૯માં પ્રથક ક્રમાંક મેળવી સુરતનો નામ રોશન કર્યું હતું. વધુમાં તોહીદે જણાવ્યું હતું કે તોહીદ પાછલા એક વર્ષથી મર્સલ એન્ડ માઇન્ડ ફીટનેશ હબમાં પ્રેક્ટીશ કરતો હતો. ચેમ્પીયનશીપમાં ભાગ લેવા માટે તોહીદને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તોહીદે ટ્રેનિંગ રીઝવાનભાઇ મિર્ઝા પાસે ટ્રેનિંગ લીધી હોવાનું તેમણે જણાવ્યું હતું. રીઝવાનભાઇ મિર્ઝા પોતે મિસ્ટર ગુજરાત ર૦૧૮ અને મિસ્ટર ઇડિયા ફાઇનાલિસ્ટ પણ હોવાનું તેમણએ જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY