ડાંગ પ્રા.શિક્ષક ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીનું વિભાજન કરાયું

0
4

જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા વિભાજનનો હુકમ
આહવા, તા.૩૧
ડાંગના મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર શ્રી સુરેન્દ્રભાઇ ભોયે તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવાયા અનુસાર, ડાંગ જિલ્લામાં કાર્યરત શ્રી ડા઼ગ જિલ્લા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીનું વિભાજન કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
જે મુજબ આહવા તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓ પ્રસ્તુત શ્રી ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી., આહવા, જિ.ડાંગમાં રહેશે. જેનો નોંધણી નંબર : ૨૦૨૯૨, તાઃ ૧ર/૧/૧૯૫૫ યથાવત રહેશે. જ્યારે સુબિર તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓના શિક્ષક સભાસદોને સૂચિત સુબિર તાલુકા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી., સુબિર, જિ.ડાંગમાં સમાવેશ કરવાનો રહેશે. જેનો નોîધણી નંબર મેળવવા માટે તેમણે કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
શ્રી ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી., આહવા કાર્યવિસ્તારમાં ડાંગ જિલ્લાના આહવા અને સુબિર તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓના ૩ર કેન્દ્રોનો સમાવેશ થાય છે. જેમા ૯૦૨ સભાસદો જાડાયેલા છે. મંડળીનું કાર્યક્ષેત્ર વધતા વહિવટી સરળતા ખાતર આ મંડળીના વિભાજન અંગે મંડળીની ૬૩મી વાર્ષિક સાધારણ સભામાં આ અંગેનો ઠરાવ સર્વાનુમતે પસાર કરાયો હતો. જે મુજબ ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં સમાવિષ્ટ પ્રાથમિક શાળાઓની સુબિર તાલુકા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી., સુબિર તરીકે વિભાજન કરવાનું નક્કી કરાયુ છે, તેમ પણ શ્રી ભોયેએ વધુમાં જણાવ્યું હતું.

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY