ગુજરાતમાંથી અનેક ડિલરો પાસેથી ડિલરશીપ માટે પૂછપરછ
સુરત, તા.૩૧
દુનિયાની સૌથી યુવા અને ઝડપથી વધી રહેલી ટાયર કંપનીઓમાં અગ્રણી મેક્સિસ ગ્રુપની સહયોગી કંપની મેક્સિસ ઇંડિયાએ સુરત ઇન્ટરનેશનલ આૅટો એક્સપો ૨૦૧૯ ખાતે જબરજસ્ત પ્રતિસાદ મેળવ્યો છે. સધર્ન ગુજરાત ચેમ્બર આૅફ કોમર્સ એન્ડ ઇન્ડ્સ્ટ્રી ખાતે ૨૫ જાન્યુઆરીથી ૨૮ જાન્યુઆરી ૨૦૧૯ સુધી યોજાયેલ આ પ્રાદેશિક આૅટો શોમાં અગ્રણી આૅટો ઉત્પાદન કંપનીઓ અને ઓઈએમ ભાગીદારોની ભાગીદારી જોવા મળી હતી. મેક્સિસ ટાયર્સે ભારતીય બજાર માટેના તેના પ્રખ્યાત ઉત્પાદન રજૂ કરતી શ્રેણીઓને પ્રદર્શિત કરી હતી અને ગ્રાહકોને પ્રોડક્ટ ફિચર્સ, વોરંટી પોલિસી, નવી ઓફર્સ અને તેઓની નજીકની ડિલરશિપ્સ વિશેની માહિતી આપવાની તક પણ મેળવી હતી.
મેક્સિસ ટાયર્સે તેના ટૂ-વ્હિલર ટાયર્સ પોર્ટફોલિયોમાંથી કેટલાંક શ્રેષ્ઠ વેચાણ ધરાવતા જેવાં કે ૯૦/૧૦૦-૧૦, એમ૬૦૦૦, એમ૬૦૧૬, એમ૬૩૦૨, એમ૬૩૦૫, એમ૬૧૮૨, ૯૦/૯૦-૧૨, એમ૬૦૧૬, ૮૦/૧૦૦-૧૮, એમએવી૬આર, ૨.૭૫-૧૭, એમ૬૩૦૨, એમએવી૬, ૨.૭૫-૧૮/૩.૦૦-૧૮, એમ૬૩૦૪, એમ૬૩૦૧ બીજા અન્ય ઉત્પાદનોને પ્રદર્શિત કર્યા હતા. આ ચાર દિવસ દરમિયાન મેક્સિસ વિશાળ પ્રતિસાદનું સાક્ષી બન્યુ હતુ અને બૂથ ખાતે ૨૫૦૦થી વધુ મુલાકાતો મેળવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



