વિવિધ રાજ્યો માંથી આવેલ પ્રવસીઓએ રોપા લઇ ઘર આંગણે વાવવાનો સંકલ્પ કર્યો

રાજપીપળા, ડેડીયાપાડા, ગોરા, ફુલસર, સાગબારા, સહિતના વિવિધ રેન્જ વન વિભાગના કર્મીઓએ રોડ પરથી પ્લાસ્ટિક વીણી હોળી કરી.
રાજપીપળા : વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી 5 મી જૂને કરવામાં આવે છે. નર્મદા જિલ્લામાં પણ સી.એફ.ડો. શશીકુમારની સૂચનાથી તમામ એ.સી.એફ.અને રેન્જ ફોરેસ્ટરો દ્વારા રાજપીપળા, ડેડીયાપાડા, ગોરા, ફુલસર, સાગબારા, સહિતના વિવિધ 9 રેન્જના વન વિભાગના કર્મીઓએ ભેગા થઇ રેલી કાઢી, રોડ પરથી પ્લાસ્ટિક વીણી હોળી કરી સફાઈ કરી વિવિધ રીતે આ પર્યાવરણ દિવસની ઉજવણી કરી અને વધુમાં વધુ વૃક્ષો વાવો એવી જાગૃતિનું કામ કર્યું.
જોકે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાત અને રાજ્ય બહારના પ્રવાસીઓને કેવડિયા રેન્જ દ્વારા 10 હજાર વૃક્ષોના રોપાઓનું વિતરણ કરાવ્યું સાથે પ્રવાસીઓને રોપાઓ આપી જેમને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સામે શપથ લેવડાવ્યા હતા જેમાં આર.એફ.ઓ આઈ.પી.ઘભાણીયા, વિરેન્દ્રસિંહ ધરિયા,રાજપીપળા ખાતે આર.એફ.ઓ અનિરૂધ્ધસિંહ ગોહિલ સહીત ફોરેસ્ટરો દ્વારા આ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






